આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
જેસોજી વેજોજી
૨૩૧
 

પાસે જઈને જરા ય નમ્યા વિના, વધુઘટુ બોલ્યા વિના, જાણ કરી કે “હમ તુમારા જામીન !”

“જમાદાર ! પાદશાહ તમારો પાળણહાર છે, નીમકનો દેનાર છે. અમ સાથે દગો કરશે તો તમે શું કરશો ?”

“મારેગા ઔર મરેગા.”

“બસ ભાઈ વેજા ! આનું પાણી મરે નહિ એની આંખ્યું કહી આપે છે. લોહી જો, એનું લોહી ! સતીની આંગળીએથી ઝરતા કંકુડા સરીખુ. "

“ચાલો જમાદાર !”

ઘોડે ચડીને, પૂરે હથીઆરે, ઘુઘરમાળ ગજવતા બહારવટીયા પઠાણની ફોજ વચ્ચે વીંટાઈને ચાલ્યા. જુનાગઢની બજારમાં તે દિવસ બહારટીયાને નિરખવા માણસ ક્યાં માતું હતું ?

બહારવટીયા મહેલના ચોકમાં જ ઉભા રહ્યા. પાદશાહને કહેવરાવ્યું કે “ઝરૂખામાં આવીને તમે વષ્ટિ ચલાવો. અમે ઘોડે બેઠા બેઠા આંહીથી જ વાટાઘાટ કરશું. કચારીમાં નહિ આવીએ.”

રજપૂતોને વીંટીને પાંચસે ઘોડુ વાળો પઠાણ ઉભો રહ્યો. બહારવટીયાને ભોળવીને ક્યારીમાં ગારદ કરવાની બાજીમાં પાદશાહ ન ફાવ્યો. ઝરૂખે બેસીને રજપૂતોના ઘોડાની હમચી જોતો જોતો, મ્હોં મલકાવતો પાદશાહ જોઈ રહ્યો.

બહારવટીયાને ગરાસ પાછો સોંપાણો.[૧]


  1. * *બન્ને ભાઇએાના જીવનનો અતિ દારુણ અને કરુણ રીતે વ્હેલો વ્હેલો અંત આવી ગયોઃ શાંતિ મળ્યા પછી બન્ને ભાઈઓ ઉઘમે ચડ્યા હતા- જેસાજીએ જેસર અને વેજાજીએ વેજળકા બાંધ્યાં. પણ પછી જેસોજી હાથસણી જઈને અને વેજોજી જેસર જઈને જુદા જુદા રહ્યા. સ્ત્રીઓનો કંકાસ હશે એમ લાગે છે.
    દૈવયોગે વેજાજીનો કુંવર સંગજી જેસાજીને ઘેર મૃત્યુ પામ્યો. એની માતાને સંદેહ રહી ગયો કે કુંવર દગાથી મરાયો, એ વાત તો વિસારે પડી. જેસાજીના કુંવર રણમલનાં લગ્ન મંડાયાં. પણ કાકા જેસરથી આવ્યા