આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૨
સોરઠી બહારવટીયા:૨
 

દઈને, ને કાં અરસ્પરસ પ્રીતિની બથું ભરીને, આજ તો રામ રામ ! મહારાજને મારા રામ રામ કહેજો.”

એટલું કહીને એણે અંધારે ઘોડી પાછી વાળી. ઘડીભરમાં તો ઘોડાં અલોપ થયાં, અને જોગીદાસભાઈ ! જોગીદાસભાઈ ! એટલા સાદ જ માફાની ફડકમાંથી નીકળીને સીમાડાભરમાં સંભળાતા રહ્યા.

૧૦

ક દિવસે જોગી લપસ્યો હતો:

આજે બહારવટીયો ખરચીખૂટ થઈ ગયો છે. સાથીઓને ખાવા દેવા માટે દાણા પણ નથી. અર્ધો વાલ પણ સોનું મળે તો તે લઈ લેવા માટે એ સનાળીના કાઠી રાઠોડ ધાધલને સાથે લઈને સીમમાં ભટકે છે. એના ત્રાસનો માર્યો કોઈ કણબી સાંતી તો જોડી શકતો નથી. સીમ ઉજ્જડ પડી છે. ઉનાળો ધખે છે, ત્યાં વીજપડી નામના ગામની સીમમાં ચાલતાં ચાલતાં એના ચકોર ભેરૂબંધે નજર નોંધીને જોયું.

“શું જેછ રાઠોડ ધાધલ ? ”

“પણે એક કણબી સાંઠીંઉ સૂડે છે. જોગીદાસ, એને જીવતો જાવા ન દેવાય હો !”

ઘડીક જોગીદાસનું દિલ પાછું હઠ્યું. “રાઠોડ ધાધલ, ઘણીયું હત્યાયું કરી. હવે તો કાયર થઈ ગયો છું. એને ખેડવા દે હવે.”

“અરે પણ એના કાનમાં કાંઈક સોનું હશે. લઈ લઈએ !"

“હા, ઈ ઠીક સંભાર્યું, હાલો.”

બને અસવારો એ મારગેને કાંઠે ઘોડીઓ ચડાવી અને પાધરી ખેતરમાં હાંકી ઘોડીઓ ઢૂકડી આવી ને જેવા એ