આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
જોગીદાસ ખુમાણ
૪૭
 


ને આંહી ધડુસકારા વધ્યા. ન જેઈ શકાય તેવો દેખાવ થઈ રહ્યો. બન્ને બહારવટીયા ભાગી છૂટ્યા. નોખા ૫ડીને નાસી ગયા. ઉભા ન રહેવાયું.

રાઠોડ ધાધલનું ભારી બુરૂં મોત થયું. અને જોગીદાસના વંશનું આજે સત્યાનાશ નીકળી ગયું છે.

૧૧

શિહો૨ને પાદર ગરીબશા પીરની જગ્યા પાસે પકતી ચોરણી, કણબી જેવું કેડીયું, ને માથે બોથાલું બાંધીને એક આદમી ઉભો છે. ફક્ત ભેટની પછેડી સિવાય બીજી બધી વાતે કણબી જેવો દેખાવ છે. સાંજ નમવા લાગી હતી. જાણે આ આદમી જલ્દી પોતાને ગામ જવા માટે કોઈ ગાડું ગડેરૂં નીકળવાની વાટ જોતો કેડાને કાંઠે ઉભો હોય તેવું લાગે છે.

બરાબર અંધારાં ઉતરવાં શરૂ થયાં ત્યાં એક બોકાનીદાર પડછંદ અસવાર ઢાલ તલવાર ને ભાલા થકી શોભતો નીકળ્યો.