આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૫૪
સોરઠી બહારવટીયા:૨
 

સૈાને ચપટી ચપટી ખાધે થોડોક ટકાવ થઈ જાશે ત્યાં તો આપણે તળશીશ્યામ ભેળા થઈ જાશું, આપા ! ખાઈ લ્યો. કાંઈ ફકર નહિ.”

“સૌને વેંચ્યો કે ?”

“હા, સૌને. તમ તમારે ખાવ.”

ભૂખમરો ભોગવતા ચાલીસ જણાએ એ બાજરાની મૂડી મૂઠી ધરી ખાઈ, બાકીનો ખાડો રાવલનાં પાણીથી પૂર્યો. અને અંધારૂં થયે આખી ટોળી રાવલની ભેખડો ઓળંગી ભયંકર ડુંગરાઓમાંથી કેડીઓ ગોતી ગોતી તુલશીશ્યામને માર્ગે પડી.

૧૪

ઘાડો !”

બરાબર અધરાતે, ઉંચા ઉંચા ડુંગરાની ચોપાટ વચ્ચે ઉભેલા એ ઘોર વનરાઈ-વીંટયા તુલસીશ્યામ નામના જાત્રાધામના તોતીંગ કમાડ પર ભાલાંની બૂડી ભટકાવીને બહારવટીયાઓએ સાદ કર્યો કે “ઉઘાડો !"