આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૬૨
સોરઠી બહારવટીયા : ૩
 

બેઉ સામસામા પોતાના ભોળા ભારાડી મીંયાણાઓને મદદમાં લઈ અરસપરસની હદમાં ચોરીઓ, લૂંટફાટો ને ધીંગાણાં કરાવે છે. બે ય રાજની એ દુશ્મનાવટમાં બહાદૂર અને અક્કલહીન મીંયાણા એટલે સુધી હથીઆર બની રમ્યા હતા કે એ આખી કોમ ચોર અને ડાકુ થવામાં પોતાની વડાઈને પોતાની ઈજજત સમજતી થઈ ગઈ હતી.

માળીઆ ઠાકોર પર એજન્સીનું દબાણ ઉતર્યું : કાં તો ચોર સોંપી દ્યો, નહિ તો તમારી ગાદી ડુલશે. જાડેજો રાજા એ ટોપીવાળાની પાસે મીંયાની મીની બની ગયો. મોવરને એણે એકાન્ત બેાલાવી પોતાની આફત કહી. મોવરે મૂછે તાવ નાખીને કહ્યું કે “ફકર નહિ બાવા ! એ કામો મેં જ કર્યો છે. તમારા રાજ સાટુ થઈને હું સોંપાઈ જવા તૈયાર છું. પણ મોવરને તમે કાંડું ઝાલીને સોંપો એ તો ન બને. તમે તમારે મારા સામી આંગળી ચીંધાડી દ્યો. પછી ભલે મને એ મૂછાળા ઝાલી લીયે.”

"હું પોતે જ મોવર: મોરબીની બેંગી પાડનારો હું પોતે જ. મરદ હો તો ઝાલજો મને.” એટલું બોલીને પોતાના આંગણામાંથી ચોરે રોઝડીને દબાવી. આખી ફોજ એનું ઘર ઘેરીને ઉભી હતી તે ઉભી જ થઈ રહી, અને બહારવટીયાની ઘોડી વીજળીના સબકારા જેવી સહુની આંખો આંજીને નીકળી ગઈ. તરવરીઓ મીયાણો જંગલમાં જઈને ઉભો રહ્યો. જોતજોતામાં તો એની આખી ટોળી બંધાઈ ગઈ, ને પછી રોઝડીનો ધણી રણ ખેલવા લાગી પડ્યો. આખી હાલારને એણે ચકડોળે ચડાવી.

મોવરના માશીઆઈ પેથા જામને અલાણા નામનો દીકરો હતો. જુવાન અલાણો મોવરની ટોળીમાં ભળી ગયો હતો. આખરે પેથા જામના દબાણથી મોવરે અલાણાને સુપ્રત કરી દેવો એવું ઠર્યું.