આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
મોવર સંધવાણી
૧૬૫
 

એટલું કહીને મોવરે ભેરૂને ઇસારો કર્યો. સજેલી છુરી બહાર નીકળી.

“એ મોવર ! તારી ગૌ ! પાંચ હજાર રૂપીઆ આપું.” ગિરધરલાલ ગરીબડો થઈને રગરગ્યો.

“પણ રૂપીએ કાંઈ મારી બીજઈ રીઝે ભા ! તારી માફક ઈ યે ઠેકડીની શોખીન છે ગિરધરલાલ !” મોવર હસ્યો. એ ટાણે ગિરધરલાલનું નાક કાપી લેવામાં આવ્યું. થોડીક વારે સીગરામ માળીઆમાં પહોંચ્યો, ત્યારે બીજી બાજુ બહારવટીયા ઘણા ગાઉ ઉપર નીકળી ચૂકયા હશે.

છી તો એના બહારવટાની જોડે કૈં કૈં સાચા ખોટા બનાવો જોડાયા છે. કહેવાય છે કે રાજકોટની સડકે એક વાર મોવર સાંઢણીની સવારી ખેલતો રાજકોટ છાવણીવાળા ગોરા અમલદાર કર્નલ ફીલીપ્સને આંબ્યો. એ અજાણ્યા અંગ્રેજની સાથે બહારવટીયો અલક મલકની મોજીલી વાતોએ વળગ્યો. સાહેબને પોતાની અસલ સંધી સાંઢ્ય ઉપર બેસારી ગાઉના ગાઉ સુધી સાથે મુસાફરી કરી. અને પછી રાજકોટના બંગલા ચમકવા લાગ્યા એટલે સાહેબને નીચે ઉતારી, હાથ મિલાવી, મોજીલો રંગીલો મોવર બીજી દૃશ્યે ચાલી નીકળ્યો. પાછળથી જ્યારે ગોરા કર્નલ ફીલીપ્સને પોતાના તે દિવસના ભેરૂબંધની જાણ થઈ ત્યારે એની અજાયબીનો પાર નહોતો રહ્યો.

*

વાંકાનેરની સીમમાં કોઈ એક વાવ હતી. વાવની અંદર બાજુમાં બાંધેલું એક ઉંડું ભોંયરૂં હતું. એ વાવ ઉપર વાંકાનેરના એક ગામનો પાણીશેરડો હતો. રોજ સવારે ઉજળાં વર્ણની પનીઆરીઓ ઓઢી પહેરીને ત્રાંબાપીતળને ચળકતે બેડલે ત્યાં પાણી ભરવા આવતી. એક દિવસ એવો જ રૂડો પ્રભાતનો પહોર