આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૬૬
સોરઠી બહારવટીયા : ૩
 

ચડતો હતો. પહેલી પનીઆરી પગથીઆં ઉતરી પાણીને આરે જતી હતી. છેલ્લે પગથીએ પહોંચી ત્યાં પડખેના વાંકમાંથી એક બાંઠીઓ રૂપાળો આદમી પૂરે હથીઆરે ઉભો થયો. બાઈની સામે પોતાની તીણી નજર નોંધી, નાક પર આંગળી મૂકી. હેબતાએલી પનીઆરીને એણે ભોંયરૂં ચીંધાડ્યું: “બહીશ મા હો બોન ! તારો વાળ વાંકો નહિ કરૂં. હું મોવર છું. બોનું ડીકરીયુંનો ભાઈબાપ છું. પણ હમણાં તું આ ભોંયરામાં ચાલી જા !”

બાઈ ખચકાણી. મોવરે કહ્યું “બેન ! બીજો ઈલાજ નથી.” બાઈ ભોંયરામાં ગઈ. એમ બીજી, ત્રીજી, ચોથી, જેટલી ઉતરી તેટલી તમામને ભોંયરામાં પૂરી પોતે આઘે ઉભા રહીને બોલ્યો “બેનું ! તમે મારી ધરમની બેનું છો. તમારા ગરીબ ભાઈને તમારાં ઘરાણાં કાઢી દઈને પછી ખુશીથી ચાલી જાવ બાપા.”

ઘરાણાંનો ઢગલો થયો. પનીઆરીઓ છુટી થઈ. મોવરે કહ્યું કે “ બેનું ! કસમ દઉં છું, તમારા ઘરવાળાઓને સાચેસાચું કહેજો કે તમારી લાજમરજાદ મેં કેવી નેકીથી સાચવી છે !”

વાવમાંથી નીકળીને ઘરાણાંની પોટલી સોતો બહારવટીયો ઘોડી દોટાવી ગયો અને પનીઆરીઓ ખાલી બેડે ગામને કેડે પડી.

X

સોમાસર અને મૂળી વચ્ચેના મારગમાં બહારવટીયાએ એક મોતી અને અત્તર વેચનાર સરૈયા મેમણને રોકયો. એની પેટી ઉઘડાવી. અંદરથી રંગબેરંગી સાચાં મોતી નીકળી પડ્યાં. “ભાઈ ભાઇ !” રંગીલો મોવર નાચી ઉઠ્યો: “ મારી રોઝડીની કેશવાળીને વાળે વાળે મોતાવળ પરોવીશ.” ભારો માણેક, ઇસો માણેક, મુમુદ જામ વગેરે બધા સાથી મોતી ઉપાડવા લાગ્યા. અધવાલી અધવાલી દરેકને ભાગે આવ્યાં. ઘોડીએાની કેશવાળીમાં બધા પરોવવા મંડ્યા. મેમણ ઘણું કરગર્યો. ઘણાં તોછડાં વેણ કહવા લાગ્યો. આખરે “એ મોવર ! તેરેકુ હઝરદ પીરકા સોગંદ !” એટલા સોગંદ આપ્યા ત્યારે મોવરે મેમણની એક ભરત ભરેલી