આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૬૮
સોરઠી બહારવટીયા : ૩
 

“એલા કોણ છે ઈ ?” પાછલી સાંઢ્ માથેથી પડકાર આવ્યો.

“ઈ તો કાકો મોવર સંધવાણી છે.” આંહીથી બહારવટીયાએ ખડખડાટ હસીને સામી હાકલ કરી.

“મોવર સંધવાણી ! મલકનો ચોર !” એમ કહેતા સાંઢ્ય માથેથી ઠેકડો મારીને ફક્ત તલવારભર એક આદમી મોખરે આવ્યો. “એલા ભાઇ ! તમતમારે હાંકી મેલો સાઢ્યું ! હું ઉભો છું એકલો.” એમ પોતાના સાંઢ્ય વાળાને કહેતો મર્દ આગળ ધસ્યો. એકલી તલવારે મોવરના ચાર પાંચ ઘોડાવાળાને તગડ્યા. મોવરે પોતાના જણને કહ્યું કે “કોઈ એને બંદૂક મારશો મા. મને પૂછવા દો.” પછી પોતે એ તલવારવાળા તરફ ફર્યો. પૂછ્યું: “કેવા છો ભા ?”

“છું તો વાણીઓ. અને આ માલ મારા વેપારનો છે. અંદર મારા પૈસા, કાપડ વગેરે જોખમ છે. પણ મોવર સંધવાણી.! તું તો મરદાઈને આંટો છે, માટે આજ આવી જા પંડમાં, સંધના વાણીઆ શેના ઘડેલા હોય છે એ કાઠીઆવાડમાં જઈને તારે કહેવા થાશે. માટી થા મોવર !”

“હો...હો...હો.” મોવર ખીલ્યો. “સાચો મરદ, ખરો મરે એવો મરદ, અસલ બુંદનો બહાદર ! હાંકી જા દોસ્ત તારી સાંઢ્યુંને. તને હું ન બોલાવું. હું મોવર !”

“તો પછી તું મારો મહેમાન કહેવા, મોવર! આ લે આ ખાવાનું” વાણીઆએ પોતાના ભાતામાંથી ખાવાનું કાઢી આપ્યું.

કોઈ ઉપાયે મોવર ઝલાતો નથી. રજવાડાંની પોલીસ ખૂટલ છે. તાલુકદારો અને જમીનદારોના દાયરાનું તો એ રમકડું બની ગયો છે, એની મોજીલી વીરતા સહુને જાણવી સાંભળવી પ્યારી