આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૧


(અને એ ઝાલવું સ્હેલુ નહિ થઈ પડ્યું હોય. 'હું હથીયાર વિનાનો હતો' એ કેપ્ટન ગ્રાંટની વાત [સો. બ. ભા. ૧ પા. ૫૩] ન માની શકાય તેવી છે. સૌરાષ્ટ્રને કિનારે ચાંચીઆને તારાજ કરવા આવેલો લશ્કરી ગોરો, દીવ-અમરેલી વચ્ચેની ઘોર ગીરને વટાવતી વેળા, જોગીદાસ બાવાવાળો વગેરેનાં બહારવટાં વિષે અજાણ્યો બની. હિંસક પ્રાણીઓની પણ ધાસ્તી વિના, એવા મારામારીના સમયમાં કેવળ એક કુમચીભેર જ ઘોડેસ્વાર બની ચાલ્યો આવે, એ વાત જ અસંભવિત છે. આજે શાંતિના યુગમાં પણ ભાગ્યે જ કોઈ અંગ્રેજ બચ્ચાની કમર અથવા ગજવું રીવાલ્વર વિનાનાં હશે, તો પછી તે યુગમાં શું ગોરો એટલો ગાફલ રહે? નક્કી ગ્રાંટને છતે હથીઆરે જ કાઠી લડવૈયાઓએ દબાવી દીધો હશે.) ચાંપરાજવાળાએ બાણીઆના ડુંગર પર એક લશ્કરી સાહેબને ફુંક્યો. વાઘેરોએ બેટ અને દ્વારકાની લડાઈમાં સોલ્જરોને કતલ કરવા ઉપરાંત માછરડા પર હેબટ લાટૂશને ઉડાવ્યા. વાલા નામોરીએ મરતાં મરતાં પોતાને ઝેર આપનાર ગૉર્ડનને ગોળીએ વીંધ્યો. જોગીદાસ ખુમાણને ઝાલવા પોલીટીકલ એજન્ટ બાર્ટન પોતે અમરેલી આવી ફોજ ગોઠવતો હતો એ છતાં ગોરાના પડકારથી કાઠી ડર્યો નહિ. કાદુની સ્કૉટ પર દાઝ : જુમલાને સૂટર ન મર્યાનો રહી ગએલ વસવસો : એ બધામા વ્યક્ત થતી, અંગ્રેજો પરની દાઝ આવા આવા દોહામાં ઉતરી :

ટોપી ને ત૨વા૨ ન૨ કોઇને નમે નહિ
સાહેબને મહિના ચાર બાંધી રાખ્યો તેં બાવલા!

ઘંટ ફરતો ઘણું દળવા કજ દાણા,
(એને)મ્હેાં બાંધીને માણા ! બેસારી રાખ્યો બાવલા !

વશ કીધો વેલણનો ધણી ગરમાં ઘંટને જે,
(એની) વાળા ! વલ્યાતે, બુંબું પૂગી બાવલા !

વીકે સરવૈયા વાઢીયા રણગેલા રજપૂત,
ભાણીયાને ડુંગર ભૂત સાહેબને સરજ્યો ચાંપરાજ !

માણેકે સીંચાડો માંડિયો ધધકે લોહીની ધાર,
સેાજીરની કીધી શેરડી, ઓર્યા ભડ ઓનાડ.

સોજીરને સોઝા કરી, વાઢે નર વંકા.
જોધો ધીંગાણે ઝૂઝણો (એના) દલ્લી લગ ડંકા.