આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૦
સોરઠી બહારવટીયા : ૩
 

ઉચાળામાં એ રીસામણે આવી છે. હવે જો તમારે લડવું હોય, તે અમે કટકા થઈ જવા તૈયાર છીએ. બાકી અમારાં બેનને પાછાં તમારા રાણીવાસમાં તો નહિ જ મોકલીએ. અમારો ભાણેજ આંહી જ રે'શે. અમે એને વાંકાનેર ગામ દઈએ છીએ. બોલો ! તમે એને શું દ્યો છે રાજ ?”

રાજાએ પણ અણમાનેતીના દીકરાને પોતાની જમીન કાઢી દીધી. બેનને દીધેલું વાંકાનેર છોડીને મહીયા ચાલી નીકળ્યા. ત્યારથી વાંકાનેરનો રાજા મહીયાને મેસાળ કરી માનતો થયો. ભાઈ ! આ કનડાની કતલ થઈ ને, તે પહેલાં જૂનાગઢ રાજ સાથે મહીયાની તકરાર ચાલતી'તી ત્યારે વાંકાનેર-રાજે અમને કહેવરાવેલું કે શીદ તકરારમાં ઉતરો છો : જુનાગઢ જાકારો ભણે તો આંહી આવતા રહો. ત્રણ ગામ કાઢી આપું. મારાં તો તમે મોસાળ છો.”

પછી તો અમે રાજકોટના કુવાડવા મહાલમાં જઈ વસ્યા. રાજકોટની ચાકરી કરી. થાનના ગોરખા ભગતે અમારા વડવા ભાણ મહીયાને સોણે આવી થાન પરગણું હાથ કરવાના સંદેશો દીધો. અમે નાજા કરપડા નામના કાઠી પાસેથી થાન જીત્યું.

ખત જતાં તો અમારાં મહીયાનાં લોહી આયરના લોહી ભેળાં ભળ્યાં.

“એ શી રીતે ?” મહેમાને પૂછ્યું.

તે દિ' અમારો વડવો ભાણો મહીયો ભરજોબન અવસ્થાએ: ઘોડીએ ચડીને ગામતરે નીકળેલા: ગુંદા ગામને પાદર આષાઢ મહિનાના મોરલાએ ગળક દીધી ત્યાં એની ઘોડીએ ઝબકીને ઠેક મારી. હરણ જેવી ઘોડી પંદર હાથ ઉપર જઈ પડી. ભાણ મહીયો તો પલાણ પરથી ડગ્યા નહિ, પણ એની પાઘ એના