આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૦
સોરઠી બહારવટીયા : ૩
 

બંદૂક સોતા પડ દઈ દીધું. જમાદાર ઘોડેસવાર હતો તે એકલો ઉભો થઈ રહ્યો. દોડીને ગીગે ઘોડાની વાઘ ઝાલી લીધી. એટલે ચતુર જમાદારને ઓસાણ ચડી ગયું. એણે ગીગાને રંગ દીધા.: “શાબાસ ગીગા ! શાબાસ તારી જણનારીને ! સો સો શાબાસીયું છે તુંને શુરા ! હવે બસ કરી જા દોસ્ત !”

શાબાસી સાંભળીને ફુલાઈ ગયેલા ગીગાએ ઘોડાની વાઘ છોડી દીધી અને કહ્યું કે “ જમાદાર. જાઓ પધારો ! વળી જે દિ' પાણી ચડે તે દિ' આવજો. ગીગાનું ઠેકાણું ગરમાં અછતું નથી હોતું. એનો તો મલક છતરાયો નેજો ફરકે છે.

દાદરેચા ડુંગર પાસે ગીગાનું આ રહેઠાણુ હજુ પણ 'ગીગા પથારી અને 'ગીગો વીરડો' એવે નામે ઓળખાય છે.

ગોધમા ડુંગરની તળેટીમાં નાગડી નામનું ગામ છે. એ ગામના એક ખેડુના ઘરમાંથી ખરે બપોરે ખેતરે ભાત દેવા સારૂ પટેલની દીકરા-વહુ તૈયાર થાતી હતી. પણ બાપને ઘેરથી તાજી જ આણું વળીને આવતી હતી અને માવતરે કરીયાવર પણ કોડે કોડે અઢળક આપ્યો હતો, એટલે આ જુવાન વહુને પહેરવા ઓઢવાના લ્હાવા લેવા બહુ ગમતા હતા. વળી પોતાના પિયુજીને જ ભાત જમાડવા જવા કરતા બીજો કયો વધુ રૂડો અવસર પહેરવા ઓઢવાનો હોય ? ખેડુની દીકરા-વહુએ ભરત ભરેલાં કાપડું ને થેપાડું તો પહેર્યા, તેની ઉપર રાતા ગલરેટાનો સાડલો ઓઢ્યો, પણ તે ઉપરાંત એણે તો હાથ, પગ, ડોક અને નાક કાનમાં જેટલા હતાં તેટલાં ઘરાણાં પણ ચડાવ્યાં. એક તો જુવાન કણબણ અને એમાં આ શણગાર: રૂપની જ્યોતો છુટી ગઇ. પણ જેમ ભાતની તાંસળી ને છાશની દોણી મોતીઆળી