આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
વેલો બાવો
૭૫
 


હું એ વીરડીયુંમાં પાણી રૂપે આવીને તમને મળીશ. વરસ કેવું થાશે તેનો વરતારો કહીશ !”

મુસારાની કોરીઓ ગામનાં નાનાં છોકરાંને વહેંચતો વહેંચતો બાળુડો જોગી શેરગઢથી નીકળીને ગિરનારમાં ઉતરી ગયો.

(૩)

અઘોર નગારાં તારાં વાગે
ગરનારી વેલા ! અઘો૨ નગારાં તારાં વાગે !

ભવે રે સરમાં દાતણ રોપ્યાં રે
ચોય દશ વડલો બિરાજે-ગરનારી૦

ગેામુખી ગંગા, ભીમકંડ ભરિયા
પરચે પાણીડા પોંચાડે-ગરનારી૦

ચોસઠ જોગણી બાવન વીર રે
હોકાર્યાં મોઢા આગળ હાલે-ગરનારી૦

વેલનાથ ચરણે બોલ્યા, રામૈયો ધણી
ગરનારી ગરવે બિરાજે-ગ૨નારી૦

બાર વરસ સુધી એણે ગિરનારને પરકમ્મઓ દીધા કરી. કંદ મૂળ અને ફળ ફુલ આરોગ્યાં. પછી એ પણ ત્યજી દીધાં. ટુંકે ટુંકે અને ગુફાએ ગુફાએ ઉતારા કર્યા. બાર વરસની તપશ્ચર્યા પૂરી થયે ગિરનારની તળેટીમાં ભવેશ્વર આવી દાતણ કર્યું . દાતણની ચીર કરી એ જમીનમાં રોપી. એ રોપામાંથી વડલો ફાલ્યો. વડલાની લેલુબ ઘટા પથરાઇ ગઇ. આજ પણ એને વેલા-વડ નામે એાળખવામાં આવે છે.

તપસ્વી વેલાને કૈં કૈં સિદ્ધિઓ વરવા લાગી. કુદરતના નિયમો ઉપર એને કાબુ મળી ગયો. એને મુખમાંથી જ્ઞાન-વાણી