આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
વેલો બાવો
૮૫
કાયાના ઘડનારા મારી એ નાજરૂમાં રો' ને !
[૧]દેઇના માલમી મારી મીટ્યું માં રો' ને !
નજરૂમાં રો રે પંથના નાયક જી !
[૨]આ રે મારગડે આવતાં ને જાતાં
લખ ચોરાસીના ઓડા જી;
બાળુડો મળે તો દેઇનાં દાણ રે ચૂકવીએ
જીવને છોડાવે જમ લઈ જાતાં જી!
બાંધી અંધારી જીવને એણી પેરે લોઢે,
સતગુરૂ વન્યા એ કોણ છોડે જી !
બાળુડા વન્યા એ કોણ છોડે જી !
ધુમના ધણી તારી બેડલી સવાઈ
પાંચ ઋષિની બેડી બૂડી જી.
[૩]નરભેનાં નાંગળ નાખો હે ગરનારી વેલા !
સતની બેડીનાં સત પૂરો જી.
બાળ કારણીએ બિલ્લીહોળીમાં હોમાણા
અગનીમાંથી લઈ ઉગાર્યા જી.
હરચંદ કારણીએ નીર જ ભરિયાં
એક નરે રે ત્રણ એાધાર્યાં જી.
પાંડવું કારણીએ લીધા દશ અવતાર