આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
- ભેળી ભવાની ગઢ ભેળશે રે જી,
- તારી વસ્તુ સંભાળ મારા વીર હાં - પીર રે૦
- ભીડ્યું પડે ને ગુરૂ સાંભરે જી,
- અરે વેલો આવ્યા વાર બે વાર હાં - પીર રે૦
- વેલનાથ ચરણે રામો બોલીયા રે જી,
- અરે બાળૂડો મળીયા અંગો રે અંગ હાં -
- પીર રે૦
છેવટે રામૈયાએ બીજું આગમ ભાખ્યું: જાણે પશ્ચિમ દિશામાંથી કોઈ અવતારી પુરૂષ આવશે અને દિલ્હી (ઢેલડી) ગઢ પર ઉતારા કરશે. તે કાળે મહાયોદ્ધા જાગશેઃ ગિરનાર ઘણેણશેઃ
- ગરવો ધણેણ્યો વાજાં વાગશે હો જી.
- વાગે અનહદ તૂર
- વાગે ત્રાંબાળુ તૂર રે
- ગરવો ધણેણ્યો વાજાં વાગશે હો જી.
- સતીયુ સંદેશા તમને મોકલે રે જી;
- વેલા ! સૂતા હો તો જાગ !
- એાલીયા ! સૂતા હો તો જાગ રે
- એવા એવા સૂતા નરને જગાડજો હો જી !
- સતીયુ સંદેશા તમને મોકલે રે જી;
- ગરવે નેજા ઝળેળ્યા
- ગુરવે નેજા ઝળેળ્યા રે
આવ્યા [૧]કળુને હવે એાળખો રે જી !
- ↑ ૧. કલિયુગ