આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
વેલો બાવો
૧૦૭
- ગરનારીના ઉતારા રે
- ભાઈ ! વેલાના ઉતારા રે
- સમદર બેટમાં રે જી !
- ટાઢા એવા ટુકડા રે બાલુડાને જમવા રે જી;
- જે જે એની જમ્યા તણી ચતુરાઈ - ગરનારીના૦
- ફાટલ એવાં વસ્ત્ર રે બાળુડાને પેરવા રે જી;
- જો જો એની પેર્યા તણી ચતુરાઈ - ગરનારીના૦
- સૂળીને તે માથે રે બાળુડાના સાથરા રે જી;
- જે જે એની પાઢ્યા તણી ચતુરાઈ - ગરનારીના૦
- વેલાને તે ચરણે રે રામો બાવો બોલીયા રે જી;
- દેજે ! દેજે ! પીરૂના ચરણુંમાં વાસ – ગરનારીના૦
- ગરનારી ! ગરવો શણગાર રે
- જૂના જોગી ! ગરવો શણગાર રે
- જૂનાણું જોયાની મારે હામ છે.
- મરઘી-કંડ કાંઠે ઉભી જોગણ રે
- બાળુડા ! મરઘી કંડ કાંઠે ઉભી જોગણી રે
- જોગણી કરે લલકાર રે - જૂનાણું૦
- ચડવા ઘોડો પીરને હંસલો
- બાળુડા ! ચડવા ઘોડે પીરને હંસલો
- ખળકે તીર ને કમાન રે - જૂનાણું૦