આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૨
સોરઠી સંતો
 

આટલા બધા ડુંગરાઃ આટલાં બધાં નાનાં મોટાં ઝાડવાંઃ અાસો મહિનાની અંધારી અધરાતે એક જ માનવીનાં ગણ્યાં ગણાય નહિ તેટલાં બધાં સંગાથી: પણ કોઈ કોઈને કાંઈ કહેતું નથી. સહુ સામસામાં મુંગી વાણીમાં ગેબી વાતચીતો કરી રહ્યાં છે. એમ થોડીક વાર વીતી. અધરાત ભાંગી, અને ભગતે જમણે પડખે ડુંગરા માથે નજર ઠેરવીને ચૌદ ભુવનને જાણે સંભળાવવું હોય એવો સાદ દીધો,

અરે ભણેં મોતીરામ એ...........મોતીરામ !”

“ આં...હાં....ઉંહ ! ” એવો ઘોર અવાજ, પહાડોના પત્થરે પત્થરને ધણેણાવી નાખતો ભગતની હાકલના જવાબ તરીકે સંભળાયો. જાણે કે દૂર દૂર બાવળનાં ઝાળાંમાંથી કોઈક આળસ મરડીને ઉઠ્યું હોય એવું લાગ્યું. ભગતે ફરીવાર સાદ દીધો,

“અરે મોતીરામ ! ભણેં તાપવા હાલો તાપવા ! મઉ થાવ મા, નીકર સવારે ઠરૂને ઠીકરૂં થઈ રે'શો. હાલો, હાલો, ધુણીએ બેસુને બેય જણા વાતુંના ચુંગલા કરીએ, હાલો, આમ એકલાં બેઠે કાંઈ રાત નીકળશે ?”

ભગતનાં વચનો જાણે પોતે સમજ્યો હોય તેમ એક સાવઝ સામા ડુંગરની ઝાડીમાંથી નીચે ઉતર્યો. કેવું એનું રૂપ ! ગોળા જેવડું માથુ : પોણા પોણા હાથની ભૂહરી લટોઃ ગેંડાની ઢાલ જેવડી છાતી: કોળીમાં આવે એવી કમ્મર: થાળી થાળી જેવડા પંજા: એવો સાડા અગીઆર હાથ લાંબો કેસરી ઉતર્યો. માર્ગે દોઢેક વાંભના પૂછડાંનો ઝુંડો કરીને ફંગોળતો આવે છે. પોણા પોણા ગાઉ ઉપરથી વીસેક ભેંસોની છાયા ફરતી હોય એવા અવાજે એની છાતી વાગતી અાવે છે. ગળું ઘુમવટા ખાતું આવે છે. બે મશાલો બળતી હોય એવી બેય અાંખો અંધારામાં ટમકારા કરતી આવે છે. મોઢા આગળ પોણા પોણા શેરના પત્થરોની ચણેણાટી બોલતી આવે છે: અને અાં....હું ! અાં....હુ ! એવી લા નાખીને ભગતથી આઘે ઉભાં ઉભાં જે