આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૪
સોરઠી સંતો
 
  • જાદરા ભગતના બીજા નીચે લખ્યા પરચા કહેવાય છે :

૧. મૈકા ગામમાં એના ચેલકાઓએ બકરી મારેલી તે જીવતી કરી મેળામાં અનાજ પૂર્યું .

પાદર જે મૈકા તણે, કણ સજીયા કોઠાર,
જાદ૨ જેજેકાર, ધરા, બાધીમાં ધાનાઉત.

ર. એક રબારીએ ચોવીસ મોઘરી વ્હોરાવી તેને બદલે ભગતે ચોવીસ ગાયો દીધી :

ભગતે દાળીદ૨ ભાંગીયાં, થાનક વાતું થાય,
મોઘરીયાં સાટે ગાય, ઝોપી અાપે જાદરે.

૩. ::આયો કાંડોળે અલખ, સત ધાનડ સરઠે.

મુવા મડાં ઝકે, તેં જીવાડ્યા જાદરે.

આ ત્રણે પરચામાંથી એની કશી મહત્તા કે પવિત્રતાનું તત્ત્વ નથી , મળી શકતું. તેથી એને આપણે કશું મહત્ત્વ ન જ આપી શકીએ.

સંપાદક
(૬)

કુંભાર ભગત મેપાનું વેણ બરાબર ફળ્યું છે. જાદરાનો એક દીકરો પારકા છોકરાને જીવ આપી નાનપણમાં સ્મશાને ચાલ્યો ગયો. પણ તેને બદલે ઈશ્વરે માંકબાઈને પેટે એક પુણ્યાત્માને અવતાર્યો. એનું નામ ગોરખેા પાડ્યું. ગેારખો તો પ્રભુને ઘેરથી જ જાણે ભેખ પહેરીને જ આવ્યો હતો. સંસારની રજ એને ચડતી જ નહોતી. બાપનાં ભગવાને એણે સવાયાં શોભાવવાં માંડ્યાં. ગોરખાના બોલ બરછી સરખાં સોંસરા ચાલવા લાગ્યા. બાપની ગાદી થાનમાં જ હતી. તેના ઉપર ગેારખા ભગતનાં આસન મંડાયા.