આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
દાના ભગત
૫૫
 


“બાપુ ! મને પણ આપો !”

“ભણેં બાપ ! વિઠોબા, તમુંહીં જાર આપાં ?”

“હા બાપુ ! હું પણ પરદેશી બ્રાહ્મણ છું. ખેાબો પાથરીને માગું છું. જાર માટે જ આ મુલકમાં આવ્યો છું.”

“તવ્ય તો ભણેં આલે વિઠોબા ! આ લે ! આ લે !આ લે !”

એમ પાંચ ખેાબા જુવાર નાખી, તોય વિઠોબા પાલવ તારવતો નથી. ભગત છઠ્ઠો ખોબો નાખવા જાય, ત્યાં પડખેથી એક કાઠી બોલ્યેા:

“આપા ! બસ કરો. કાઠી સારૂ કાંઇક તો રાખો ! બધી ય દઇ દેશો ?”

કાઠીએાની લૂંટફાટથી કોચવાયેલા ભગતે આંખ ફેરવી : “કાઠી સાટુ ! ભણેં, કાઠી ગરાસ ખાશે ! કાઠીના કરમમાં જાર માતાજી રે'શે ? ઠાકર જાણે ! ઠીક, હું તો અટકું છું.”

છઠ્ઠો ખોબો ભગતે સુડામાં પાછા નાખ્યો. અને વિઠોબાને કહ્યું “ભણેં વિઠોબા ! જા ભાઇ ! કોડીનારથી દ્વારકા સુધીની જાર ઠાકર તને-તારા રાજને અર્પણ કરે છે. નીયા કરીશ મા ભાઇ ! અને એટલેથી સંતોષ વાળજે.”

વિઠોબા ફોજ લઇને ઉપડ્યો. પાંચ મહાલ જીતીને પાછો આવ્યો.બોલ્યો : “આપા ! હું જગ્યાને પાણીઆ ગામ દઉ છું.”

“ના, બાપ ! બાવાને ગામ ગરાસ ન હોય. ઠાકર એમાં રાજી નહિ. બાવાઓ બાધી મરે. ”

“પણ ભગત ! મેં તો સંકલ્પ કરી નાખ્યો છે.”

“વૈષ્ણવના ગેાંસાઈને દે, એને ભોગ વાલો છે.”

“બાપુ ! સેાનારીયું આપું !”

“ના બાપ, ના ! સાધુ ગરાસનો ગળપણ ચાખે તો બ્હેકી જાય. અમારે ન ખપે. અમે તો આકાશ સામી મીટ માંડનારા.”