આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

છેટાનાં રે છૈંયેં, આઘાનાં રે છૈયેં,
રાખો તો રે રૈયેં, રાખો તો રે રૈયેં.

કાકાના રે કારૂ, મામાના રે મૂરૂ;
દુઃખડલાં રે દેવે, દુઃખડલાં રે દેવે.

જાંગલો રે આવ્યો, ટોપીવારો આવ્યો;
પીથલપરને પાધર, કેરાળાને પાધર.

તંબુડા રે તાણ્યા, તંબુડા રે તાણ્યા;
પીથલપરને પાધર, કેરાળાને પાધર.

રખમાઈ પાણી હાલી, રખમાઈ પાણી હાલી;
ઝીલણીયે રે તળાવ, ઝીલણીયે રે તળાવ.

વાંસે જાંગલો હાલ્યો, વાંસે જાંગલો હાલ્યો,
રખમાઈને લેવા, રખમાઈને લેવા.

ફેરા ફરવા દે ને! જવતલ હોમવા દે ને!
પછેં તમારાં છૈયેં, પછેં તમારાં છૈયેં.

વંટોળો રે આવ્યો, વંટોળો રે આવ્યો;
ચૂંદલડી રે ઊડી, પાંભલડી રે ઊડી.

ચૂંદલડી રે ઊડી, પાંભલડી રે ઊડી.
ટોપિયાને ઘેરે પોઢી, જાંગલાને ઘેરે પોઢી.

હે પિયુ, તું તો ઘરખર્ચને અભાવે મુંબઈ અને મલબારની સફરે ચાલ્યો ગયો.

મને તેં પરણ્યા વિનાની, રઝળતી સ્થિતિમાં મૂકી. મારે ન મળે કોઈ કિનારો, ન મળે ઘરબાર.

હે કાકાના અને મામાના પુત્રો! હું બહુ દૂરની રહેનારી છું. તમે આશરો આપો તો હું પડી રહું.

પણ કાકા-મામાના દીકરા તો રૂખમાઈને દુઃખ દેવા લાગ્યા.

એક દિવસ એ પીથલપર અને કેરાળા ગામને પાદર 'ટોપીવાળા જાંગલા' ફિરંગીઓએ પડાવ નાખ્યા.

રૂખમાઈ તળાવ પર પાણી ભરવા જતી હતી.

એની પછવાડે પછવાડે ફિરંગી સાહેબ પણ ચાલ્યો. રખમાઈને એ ઉઠાવી જવા માગતો હતો.

જ્યારે એને ફિરંગીએ પકડી ત્યારે એ કાલાવાલા કરવા લાગી કે, હું હજુ અવિવાહિત છું, મને કલંક લાગશે; માટે હું એક વાર મારા ધણી જોડે લગ્નના ફેરા