આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
મારી લાલ રે પાડોશણ બાઈ;
- તમને કાંઈ કી ગિયાં રે?
મારે કાગળ નાવેલા કોય,
- હરિવરના હાથના રે.
સખી, નાખી રે દીધાં રે નિરાધાર રે,
- પિયુડે અમને પરહર્યાં રે;
આવ્યાં પીંપેર નવેલાં પાંદ,
- નગણગારો નાવિયો રે.
મારી સગી રે નણંદડીના વીર રે,
- ઓરડીએ છઇં એકલાં રે;
એવી જમરા અંધારી રાત,
- નીંદર ના'વે એકલાં રે.
મારા હાથનો કરી લ્યું કાગળીયો,
- આંગળની લેખણ કરું રે;
આરાં આંસુડાંની કરી લિયું શાઈ,
- લખીને કાગળ મોકલું રે.
સખી, નાયા રે ધોયા વન્યા નારી રે,
- અંબોડો નવ વાળીએં રે;
એવિયું લાંઘણ્યું પડે નવ લાખ,
- માણસ કીંમ મેલીએં રે.
સખી, પાકી રે આંબા કેરી સાખ રે,
- ઉપર સૂડા આટકે રે;
એવી સવ રે ઘોળે આંબા સાખ,
- અમે તો ઘોળીએં વખડાં રે.
જીના પિયુડા વસે પરદેશ રે,
- નવીન ચીજ નવ ચાખીએં રેં;
ઈનાં નેણલાંમાં વરસે નીર,
- કાજળ નવ સારીએં રે.
સખી, સરવે માણસ સાથે પ્રીત્યું રે,
- પાળે તો લઈ પાળીએં રે;
એવાં નૂગરાં માણસ સાથે નેહ,
- ટાળે તો લઈ ટાળી દઈએં રે.
</poem>
એ લાંબુ ગીત પૂરું કરીને જ્યારે બાઈઓ સન્મુખ થઈ, ત્યારે તેઓની આંખો ભીની હતી, તેઓનાં મોં ઉપર દરિયાનાં મોજાં પરી વળ્યાં હોય એવી ઝાંખપ હતી. ગીતો શોધવાની