પૃષ્ઠ:Sorthi Geet Kathao - Jhaverchand Meghani.pdf/૧૦૫

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

વળતી રાતે તો સંઘે પડાવ ઉપાડયો. સહુ જ્યારે પોતપોતાની તૈયારીમાં પડ છે, ત્યારે નદીની આઘી ભેખડની ઓથે ૨કાઝક થઈ રહી છે. ખીમરાને ખબર નહોતી કે પ્રીતિના અમૃતમાં વિયોગનું વિષ પણ પડેલું છે. એ ભાનભૂલેલો જુવાન તું જા મા ! તું જા મા !' કહી ચોધાર રડે છે. લોડણ એને મનાવે છે કે હું ઝટ પાછી આવીશ, આ જ દિવસે વળી આવીશ. મને જવા દે. આ સંઘના ઉચાળા ઊપડયા. કોઈ જાણશે તો આપણો નાશ થશે'. વેદના તો બેઉને સરખી હશે; પણ સ્ત્રીજાતમાં ધીરજનું અંગ અદકેરું. મનાવી. ફોસલાવીને ખંભાતણ દ્વારિકાને તીર્થે જવા ચાલી નીકળી, ખીમરા ! તારા સાટ્ય હું ગોમતીજીમાંથી બે કૂંપા તીર્થજળ લેતી આવીશ !' એમ કી ખીમરાની પાસેથી બે ખાલી સીસા લીધા. પણ આહિર જુવાન તો દૂધનું ઝાડવું પ્રીતિનો પ્રથમ ઉગમ સંસારની વાટ કદી સમજેલ નહીં, વેદના કોઈને વંચાવી શકે તેવું નથી. વિદેશણ વદાડ પાળશે કે નહીં પાળે એની શી ખાતરી ? ખીમરો ઝૂરી ઝૂરીને ગળવા લાગ્યો. આઠ દિવસમાં તો એની આવરદા ખલાસ થઈ ! 496 વાડ પ્રમાણે દોટમદોટ લોડણ પાછી આવી. ગામની નજીક આવતાં જ મસાણને કાંઠે નવો પાળિયો દીઠો. કોણ મૂવું? આહીરનો જુવાન બેટી ખીમરો શાથી ? કોણ જાણે, કોઈક ડાકણના વળગાડથી. એ ખાંભી ઉ૫૨ ખંભાતણ લોડણે ગોમતી-જળના સીસા ઠાલવ્યા, ને પછી પોતાના લોહીનાં સિંદૂર ચડાવ્યાં. આવી ઊભે દેશ, ગાંજુ' કોઈ ગમિયો નહીં; (પણ) રૂડો રાવલ દેશ, ખૂત્યો ઘટમાં ખીમરો ! [1] [હું આખો સૌરાષ્ટ્ર દેશ જોતી ચાલી આવું છું. બીજે ક્યાંયે મને કોઈ પુરુષ પસંદ પડ્યો નહીં. પણ આ રાવલ ગામના પ્રદેશમાં ખીમરો મારા દિલની અંદર ખૂંચી ગયો.] શી રીતે એ અંતઃકરણમાં પેસી ગયો? આવતડો’ આહિર, ભોજાયું ભેળો મળી; વરત અમારાં વીર ! ખોટાં કરાવ્યાં ખીમરા ! [2] [આહિર જુવાન એની ભાભીઓની સંગાથે સ્ત્રીવેશે ભળી જઈને આવતો હતો. પુરુષજાતને ન મળવાનું, એકલ જીવન ગાળવાનું મારું વ્રત, ઓ ખીમરા ! તેં જ જૂઠું પાડ્યું.] ઓખામંડળમાં હજુ ઘણાં ગામને ‘ગંજો' શબ્દ લગાડે છે. બંગાળ-બિહારમાં ‘-ગંજ’ પ્રત્યય છે. 2 ‘આવતડો' એ ‘આવો'નું લાડકવાયું રૂપ છે.

લોકગીત સંચય

૪૯૬
લોકગીત સંચય
 

સોરઠી ગીતકથાઓ
૪૯૬