પૃષ્ઠ:Sorthi Geet Kathao - Jhaverchand Meghani.pdf/૧૧

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

હાહાકાર કરતાં એની આડે ખડાં થઈ ગયાં. ફજેતાના ફાળકા ફર્યા. નગરનો બાળ, રાજનો વારસદાર, ભવિષ્યનું રાજપદ ખોવાની બીકે, લોકોના તિરસ્કારની બીકે, મેડી ઉપર ચડી ગયો. એની ચોપાસ ચોકીઓ મુકાઈ ગઈ. આંહીં ઊજળી વાટ જુએ છે. હમણાં આવશે, હમણાં ઓજણું મને લેવા આવશે, હું નગરની રાજવધૂ બનીશ, મારે સંતાન જન્મશે, એવા સ્વપ્ન ઘડતી, મીઠાં મનોરાજ્ય માણતી, વિશ્વાસુ પહાડતનયા બેઠી રહી. પણ કોણ આવે? અરે, આખી પૃથ્વીમાં મારા મનનો પારખ તો એક મેહ જ મારા જોબનલનો ભમરો એ એક જ કેમ નથી આવતો ? રે અમારી તો ‘મેહ ! મેહ !' ઝંખતા જીભડીયું સુકાય, ને તારા મનમાં કેમ કાંઈ ન મળે ? તું શું મરી વીસરી ગયો? ઘડી બે ઘડી તો મહેમાન થા! એમ જાપ જપતાં ચોમાસું બેઠું: આકાશી મેહુલો તો મોટા મોટા છાંટા વરસીને ધરતી ધરવતો આવી પહોંચ્યો, તોય મારો મેહ મારા માટે ઝીણી ઝાકળ પણ વરસવા કાં ન આવે ? મારા મેહુલાને કઈ વીજળીએ વળૂભી રોકી રાખ્યો ? ગીરના ડુંગરા મોરલાની ગહેકે જાગ્યા, વેણુ-પહાડનાં વનજંગલ લીલુડી વનસ્પતિએ મર્મરી ઊઠ્યાં, તોયે ઓ મારા મેહુલા! ઓ બરડાના ધણી! તારું મન કાં ન કૉળ્યું ? ઊજળીનું નગર-ગમન મહિના પછી મહિના જાય છે, મહિને મહિને ઊજળી બારમાસી ગાય છે. પણ એના ઊકળતા દિલને ટાઢક દેવા મેહ ન જ વરસ્યો. અરે મેહ ! આવી અનાવૃષ્ટિ ! આજ મારા જોબનનો હાથી હરાયો થયો છે, હે માવત, તું કાં ન આવે ? કોઈ તેડવા ન આવ્યું. બાપે તો દીકરીને ત્યજી દીધી હતી. સગાંવહાલાંઓએ પણ જાકારો દીધો હશે. મા તો બાળપણમાં મરી ગઈ હતી. બાળોતિયાંની બળેલ બાલિકા માતાનાં થાનુંમાં ઠરી નહોતી. પછી એકલી ડુંગર પરથી ઊતરી ઘૂમલી નગરમાં ગઈ. નગરનાં રૂઢિગ્રસ્ત માનવી – નટખટ, હૈયાંવિહોણાં ને નિંદુક – એને શાનાં આશરો આપે ? ટલ્લા ખાતી ખાતી, ધીરી અને જોરાવર હૃદયની એ તરુણી રાજદેવડીએ ચડી. આડા પહેરા દીઠા. મેહની મેડી હેઠ ઊજળી અરદાસું કરે છેઃ અરે મેહ ! મને એક વાર મોઢું તો દેખાડ! હું બપૈયાની જેમ ‘મે ! મે !’ કરી તલખું છું. ઊજળીના જીવતરને ઉનાળામાં જ સળગ તું છોડી તું બીજે ક્યાં જઈ વરસ્યો! શું તારા બોલકોલના વાદળાં ખોટાં હતાં? અને મને સગાંવા'લાંએ ને માવતરે સુધ્ધાં મૂકી દીધી છે, પણ ફિકર નહીં. વણ સગે વણ સાગરે, વણ નાતીલે નેહ; વણ માવતરે જીવીએ, (એક) તું વણ મરીએઁ મેહ ! નારીનું અપમાન એ બધાના સ્નેહ વિના હું જીવી શકીશ. માત્ર તારા વિના હું મરી જઈશ. અરે, મોં તો બતાવ. હું આંહીં ઊભી ઊભી ભોંઠી પડું છું. એક જ દૃષ્ટિની વૃષ્ટિ કરીને મારી 400

લોકગીત સંચય

લોકગીત સંચય
 

સોરઠી ગીતકથાઓ