પૃષ્ઠ:Sorthi Geet Kathao - Jhaverchand Meghani.pdf/૧૨૯

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

[5] (હે પ્રિયતમ ! બધીયે બજાર – તમામ લોકો – તમારી પાઘડીને જોઈ શકે છે; તો પછી મારાં શાં દુર્ભાગ્ય, કે ઓ ધમળ વાળાના પુત્ર ! તમે મારા આડે ઢાલનો અંતરપટ કરો છો? 2, જળાશય પર મેળાપ વડલા હેઠળ વાવ, હાલે ને હિલોળા કરે; નાગમદે નાની બાળ, ભેડાની પાણી ભરે. બાધી જોવે બજાર, પ્રીતમ ! તમણી પાઘને, અમણી' કીં અભાગ ! ધમળના !' ઢાલું દિયો ! [6] સિવિયાણાને પાદર વડલાની ઘટામાં વાવ આવેલી છે. વાવનું ભરપૂર પાણી દિવસરાત હિલોળે ચડી રહ્યું છે. (કારણ કે ત્યાં થોકેથોક પનિહારીઓ બેડાં બોળી બોળી પાણી ભરે છે.) એ પનિયારીઓના મેળામાં શ્રીધાર નેસથી ભેડા આહિરની નાની વયની પુત્રી નાગમદે પણ હેલ્યો ભરવા આવે છે.] નાગ ત્યાં થઈને શંકરને દેવળ જવા નીકળે છે. નાગમદે નીરખી રહે છે. સભ્યતા સાચવી શકાતી નથી. ભલે, લોકો હીણું ભાખે ! હું શું કરું? અંતરમાં લવે છેઃ [7] પગને તો બેડી પહેરાવીને રોકી રાખી શકાય છે. હાથ કશું તોફાન કરતા હોય તો તેને પણ હાથકડી જડીને કાબૂમાં રખાય. પરંતુ ઓ નાગ ! આ આંખોને માટે તો કોઈ બેડી કે કડી ક્યાં છે? હું શી રીતે મારી દૃષ્ટિ દબાવી રાખું ?] નાગ તો જળાશય ઉપર ગામની બહેન-દીકરીઓનાં જૂથ હોવાથી નજર કર્યા વિના જ સીધો ચાલ્યો જાય છે; એટલે પ્રેમમાં પાગલ બનેલી નાગમદે મનમાં ને મનમાં બોલે છેઃ 1 બાધી: બધી. પાગે બેડી પેરીએં, હાથે ડહકલાં હોય; (પણ) નાગડા ! નેવળ નોય, આંખ્યું કેરે ઓડડે. સામસામીયું સગા ! મીઠું કાં માંડો નહીં? વઢીએં તો વાળા ! નેણઝડાર્ક નાગડા ! [8] [હે સ્વજન ! સામસામી મીટ કાં નથી માંડતા? માંડો, તો નયનૈનયનનું પ્રેમ-દ્વંદ્વ રચી શકીએ.] 520 તમણી: તમારી. ૩ અમી: અમારી.

  • ધમળના: ધમળના પુત્ર

લોકગીત સંચય

૫૨૦
લોકગીત સંચય
 

સોરઠી ગીતકથાઓ
૫૨૦