પૃષ્ઠ:Sorthi Geet Kathao - Jhaverchand Meghani.pdf/૧૩૨

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

વારા સારુ વઢતિયું, દિમાં દસ દસ વાર; વુઢી' ક્યાં વઢનાર, નીંઘા ! નીંઘલિયાણિયું’? [19] [ધાન ખાંડવાનો એક ખાંડણિયો (નોંધો) ત્યાં પડ્યો છે. નાગ એને પૂછે છે ઓ નીંધા ! પોતાપોતાનું ધાન ખાંડવાના વારા માટે તારા સારુ દિવસમાં દસ દસ વાર લડી પડનારી એ નીંઘલેલ – નવજોબન ઊઘડેલ – આહીરાણીઓ ક્યાં વહી ગઈ J 4. મંદિરમાં મૃત્યુ માબાપથી તજાયેલો ને હીણાયેલો નાગ પરદેશવાસી નાગમદેએ મોકલેલા સંદેશા મુજબ શંકરના મંદિરમાં વાટ જોવે છે. પણ એ રાત્રિના મુક૨૨ સમયે નાગમદે આવી પહોંચી નથી. અધીરો નાગ આશા છોડીને આત્મઘાત કરે નાગમદે મોડી મોડી આવી પહોંચે છે. દેવાલયમાં બીડાયેલાં દ્વારની જાળી સોંસરવું જોતાં, ચંદ્રમાના અજવાળામાં એ નાગને અંદર સૂતેલો દેખે છેઃ સૂતો સોસ કરે, પાંઢેરી પછેડીએ; બોલાવ્યો ન બોલે, નીંભર કાં થ્યો નાગડો ! [20] [સફેદ પિછોડીનું પગથી માથા સુધીનું ઓઢણ કરીને પિયુ સૂતો છે. ઘણુંય બોલાવું છું, પણ બોલતો નથી. મારો નાગ આવો નઠોર કાં બની ગયો છે?] નાગ નામધારી એ પુરુષને નાગ (સાપ) પ્રાણીનું રૂપક આપે છે. પોતે જાણે કે વાદણ (ગારા) બની સ્નેહની મોરલી બજાવે છે ! નીકળ વા'લા નાગ ! રાફડ કાં રૂંધાઈ રિયો ! (માથે) મોરલીયુંના માર, (તોય) નીંભર કાં થ્થો નાગડો ? [21] [હે વહાલા નાગ ! (ઊંચી જાતના સાપ !) તારા ઉપર હું મારી પ્રેમ-મોલીના સંગીત- પ્રહારો કરી રહી છું, તોયે તું રાફડામાં (ભોંણમાં) કેમ રોકાઈ રહ્યો છે? તું મોરલીને સ્વરે તો મોહમાયા વિના કેમ રહી શકે? મનની કીધી મોરલી, તનના કીધા ત્રાગ; જોવા જનમની જોગણી, નીકળ બારો નાગ ! । તુઢી: વહી. 2 નીંધોઃ ખારણીઓ [22] નીંઘલિયાળી: જોબનવંતી. (ડૂંડામાં ઘણાના કણ બેસે ત્યારે ડૂંડું ઊઘડે છે, તેને ‘નીંઘલવું’ કહે છે.)

  • વાદી, વાદણ વગેરે ગારુડીઓ સાપને પકડવા માટે સંગીતનાં અનેક વાદ્યો રાખે છે. આંહીં નાગમદે

નાગને વશ કરવા પોતાનું વાદણ-સ્વરૂપ અનુભવે છે. સોરઠી ગીતકથાઓ

523

૫૨૩
લોકગીત સંચય
 

સોરઠી ગીતકથાઓ
૫૨૩