પૃષ્ઠ:Sorthi Geet Kathao - Jhaverchand Meghani.pdf/૧૩૪

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

[હૈ નાગ વાળા ! તારી વાટ જોતાં તો નક્ષત્રનો નાથ ચંદ્ર પણ આથમી ગયો. અંતરમાં ઉચાટ થાય છે, હું ક્યાં જઈ તને નિાળું ?] કદાચ આ દેવાલયમાં સૂતો છે તે નાગ નહીં હોય. નાગ તો હજુ આવવાનો હશે. ચાલ્યો આવતો હશે: દિ' ઊગ્યે દેવળ ચડું, જોઉં વાળાની વાટ; કાળજમાં ઠાગા' કરે, નાડ્યુંમાં વાળો નાગ. [27] [દિવસ ઊગ્યો. હું દેવાલયના ઘુમ્મટ ૫૨ ચડીને જોઉં છું, કે આઘે આઘે ક્યાંય નાગ આવતો દેખાય છે ! મારા કલેજામાં ને મારી નસોમાં વહ્યલો નાગ ઘા કરી રહેલો છે. પ્રભાતના અજ્વાળામાં સાચા બનાવની જાણ થઈ. અંદર જાય છે. મૃતદેહનું માથું ખોળામાં લે લાપ કરે છે: તમે પાણી અમે પાળ્ય, આઠે પોરે અટકતાં, તેદુની ટાઢાળ; વરવું વાળા નાગને. [28] [હે વાલા ! પ્રેમરૂપી જળાશયમાં તું પાણીસ્વરૂપ હતો; હું કિનારાસ્વરૂપ હતી. નિરંતર તું ને હું એકબીજાને અળાઈ, ગાઢ શીતળતા અનુભવતાં. એટલે હવે તો તને જ વરવું રહ્યું.] સવારે સૌ કોય, મોકાણે આવે મલક, (પણ) રાત્ય ન રોવે કોય, નાંધુ વણની નાગડા ! [29] [હે નાગ ! સવારે તો સહુ કોઈ સગાં – આખો મુલક વિલાપ કરવા આવે. પણ પ્રિયતમના શબ ઉપર સારી રાત તો સાચી પ્રિયતમા સિવાય બીજું કોણ રોવા બેસે ? હું આખી રાત રડી છું.] માટે હવે તો – અંગર-ચંદણનાં રૂખડાં, ચોકમાં ખડકું હે ! હું કારણ નાગડો મૂવો, (હવે) બળશું અમે બે. [30] [ઓ દુનિયાનાં લોકો ! અગર-ચંદનનાં કાષ્ઠ મંગાવીને ભરચૌટામાં અમારી ચિતા ખડકો. મારે કારણ નાગ મર્યો છે, માટે અમે બંને જણાં હવે ભેગાં જ બળીશું.] આ કથામાં આલણદે નામનું સ્ત્રીપાત્ર લાવવામાં આવે છે, ને એને નાગની પરણેતર સ્ત્રી તરીકે ઓળખાવાય છે. એ નાગમદેની ઈર્ષ્યાએ સળગે છે. મને એમ લાગે છે કે આ આલણદે નાગની સ્ત્રી હોવાને બદલે બીજી જ એક નેસવાસી કન્યા – નાગમદેથી વધુ રૂપવંતી, રૂપની અભિમાની, નાગના પ્રેમની ઉમેદવાર અને આખરે તિરસ્કાર પામેલી 1 ાગાઃ પ્રથ સોરઠી ગીતકથાઓ

525

૫૨૫
લોકગીત સંચય
 

સોરઠી ગીતકથાઓ
૫૨૫