પૃષ્ઠ:Sorthi Geet Kathao - Jhaverchand Meghani.pdf/૧૩૫

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

– હોવી જોઈએ. નાગનું મન હરવા માટે એ પોતાના રૂપનો ગર્વ કરે છે: આભામંડળ વીજળી, ધરતીમંડળ મે, નરાંમંડળ નાગડો, (એમ) અસ્ત્રીયાં આલણદે, 526 [31] આભમાં જેમ વીજળી શ્રેષ્ઠ, પુરુષમાં નાગ સુંદર, તેમ સ્ત્રીઓમાં આલણદે રૂપવંતી.) પણ નાગ એના રૂપગર્વને તિરસ્કારે છેઃ આલણદે ! એંકાર, કાયાનો કરીએં નહીં; ઘડેલ કાચો ઘાટ, માટીસું જાશે મળી. [32] [ઓ આલણદે! દેહના સૌંદર્યનો અહંકાર ન કરવો ઘટે. કેમ કે એ તો કાચી માટીના ઘડેલા વાસણ સમાન છે. આખરે તોએ માટીમાં જ મળી જશે.]

લોકગીત સંચય

૫૨૬
લોકગીત સંચય
 

સોરઠી ગીતકથાઓ
૫૨૬