પૃષ્ઠ:Sorthi Geet Kathao - Jhaverchand Meghani.pdf/૨૬

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

સમસ્યા 11 માથું વાઢ્યે નો મરે, આંખ ફોડયે જીવ જાય. અમે મગાવું, જેઠવા ! જળમાં પેદા થાય. [18]

[જેનું માથું કાપવાથી નહીં, પણ આંખ ફોડવાથી મૃત્યુ થાય છે. (એટલે કે 'આંખ' નામે ઓળખાતો શેરડીનો એક ભાગ કાઢી નાખવાથી એ ફરી વાર ઊગતી નથી.) જે પાણીમાં પેદા થાય છે, તે મોકલો.]

જવાબમાં મોકલાઈઃ શેરડી

સમસ્યા 12 અગની કાંઠે ઊપજે, ગોરી રાતે દત, નારીએ નર બાંધિયો, કર વમાસણ કંથ ! [19] જવાબઃ અંકોટો (સ્ત્રીઓને કાનમાં, પહેરવાનો રૂપાનો અલંકાર)

સમસ્યા 13

થડ થોડો પરગટ ઘણો, પાને પાન હલંત, સોનલ આવી સાટવે, કાઢો વસાણું કંથ ી [201

[જેનું થડ થોડુંક જ છે, પણ જે પ્રગટ સ્વરૂપમાં, એટલે કે સુગંધમાં બહુ મોટું લાગે છે, જેનાં પાનેપાન હલે છે, તે વૃક્ષ તુલ્ય વસ્તુને ખરીદવા સોન આવી છે.] જવાબમાં મોકલાયું: કપૂર

સમસ્યા 14

અણીયાળાં ને વાંકડાં, સૂડાવરણાં જેહ, સમજીને ગજકરણના' ! અમને એસું દેહ, [21]

જવાબમાં મોકલ્યાં: નાગરવેલનાં પાંદ

ક ઞાન 1 ગજકરણ જેઠવાનો પુત્ર (શિયાજી) સોરઠી ગીતકથાઓ 417