પૃષ્ઠ:Sorthi Geet Kathao - Jhaverchand Meghani.pdf/૩૪

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

મચ્છ' મહાજળ હોય, કિયે અવગુણે કાઢિયો ? છલકી છેહ થિયો ? (કે) સાયરે* સંઘર્યો નહિ ? [54] [હે મચ્છ ! તારો વાસ તો ઊંડા જળમાં હોય. તને સમુદ્રે કયે દોપે કાઢ્યો ? શું તું તારી જાતે જ છલકાઈને બહાર નીકળી ગયો ? કે તને સમુદ્રે સંઘર્યો નહીં ?] જાણે મચ્છ જવાબ આપે છેઃ

ગઈ વીળ્ય વળે, વીળ્યે વળાણું નહિ, સોનાની* સંગતે, હાલી ઘટ હળવું થીયું. [55] [હે હલામણ ! હું મોટું માછલું પણ નાના માછલાની સંગત કરીને નીચી ભૂમિકા પર ઊતર્યું. એ નાનાંની સંગે સંગે હું પણ ભરતીની વેળ્યમાં કિનાર તરફ ચાલ્યું આવ્યું. પછી વેળ્ય પાછી વળી ત્યારે એ નાનાં તો મને છોડીને ચાલ્યાં ગયાં. પણ મારો દેહ મોટો હોવાને કારણે મારાથી કિનારા પર ખસી ન શકાયું. હું છીછરા જળમાં પડી રહ્યું.]

હાં રે કુવર હલામણા ! દશાના ફરતા ઘાટ,” (તું) ઊથલ્યો આભપરા ધણી ! (તો) માછલડું કોણ માત્ર ! [56] [હે કુંવર હલામણ ! એ તો બધા દશાના પલટતા ઘાટ છે. તારા જેવો આભપચ ડુંગરનો ધણી ઊથલી પડ્યો, તો હું માછલું શી વિસાતમાં ?] હલામણ દિલાસો ધરે છેઃ

  • રામ સમા બાણાવળી, સીતા સમાં સતી,

એને વન વસવું પડ્યું, (તો) મારી કોણ ગતિ ! 571 કાંઠે માછલાં પકડનારા માછીને હલામણ કહે છેઃ

1

પાઠાન્તર : મચ્છ મહાજળ હોય, કિયે અવગુણે આવિયો ? એવા સાયર ન્હોય, મર કેતા અવગુણ કરે.

  • પાઠાન્તર : રીજ્ાયલે રાખ્યો નહિ.

3 તેળ્ય.

  • નાનાં માછલાં.
પાઠાન્તરઃ પંડે પોશીતા પાગ.

સોરઠી ગીતકથાઓ 425