પૃષ્ઠ:Sorthi Geet Kathao - Jhaverchand Meghani.pdf/૩૬

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

મિયાણીને' મોરે, હાકલ્યું મન હાલે નહિ, કોયલાની કોરે, લટક્યું લાંબા ઉપરે. [62] [મિયાણી ગામ છોડીને આગળ મારું હૃદય હાકલ કરવા છતાં પણ હાલતું નથીં. આ કોયલા ડુંગરની કોર પર અને લાંબધાર પર અંતર લટકી રહે છે. (કોયલો ડુંગર દરિયામાં ટપુ જેવો છે.] અને, માતા રોવે મેડીએ મંડળિક માઢ ચડે, હીરો હલામણ હલ ગીયો, શિયા સખ કરે ! [63] [ઘૂમલીની મેડીએ માતા રડે છે, માઢ પર ચડી નાનો ભાઈ મંડળિક રડે છે. હલામણ જેવો હીરો ચાલ્યો ગયો. હે શિયા, હવે તું તારે સુખ કરીને રહેજે !]

4. સિંધની બજારમાં

ગામની બજારમાં હલામણ ઊભો છે. તે વખતે કોઈ રાજકુંવરી વેપારીની દુકાને હટાણું કરવા બેઠેલી એને એની દાસીએ. આવીને કહ્યું:

કાળો ઘોડો ને કાટવો, ભમ્મર ભાલું હાથ, બાઈ ! આપણી બજારમાં જોઈ જેઠવાની જાત. [64] [હે બાઈ ! આપણી બજારમાં એક અરવાર દીઠો. કાળો ઘોડો છે, કાળો લેબાસ છે, હાથમાં ભમ્મર ભાલું છે, મુખમુદ્રા પરથી જેઠવા કુળનો જણાય છે.] આંગળીએ ચોગઠ તળૈ, નહિ વેઠે કે વળ; બાઈ ! આપણી બજારમાં દીઠો માધવો નળ. [65] [જેની આંગળીઓ એટલી બધી કૂણી (વેઢા અથવા નળ વિનાની) છે, જેમ વાળીએ તેમ વળે છે - એવો કોઈ માધવા નળ સમો સુંદર પુરુષ મેં આપણી બજારમાં દીઠો. હે બાઈ ! (માધવો નળ નામનો કોઈ એક વાર્તાનાયક જૂના સાહિત્યમાં આવે છે.) એ અતિ સુંદર હતો.]

1 પોરબંદર રાજ્યમાં બરડા પ્રદેશનું સમુદ્રતીરનું છેલ્લું નાર્કું આ મિયાણી ગામ પૂર્વે એક નગર હોવું જોઈએ. મોટાં શિવલિંગોવાળાં ઘણ્ઞાં દેવાલયો અને અન્ય અસલી મંદિરો ત્યાં ઊભાં છે. ત્યાંથી ખાડી ઓળંગીને 'કોયલા' ડુંગર પર જવાય છે. એની ટોચ પર પ્રાચીન અને નીચે પેટાળમાં અર્વાચીન એમ બે દેવળો 'હર્ષદી માતા'નાં સ્થાનકો છે. દંતકથા એવી છે કે આ હર્ષદીમાતાની નજર પૂર્વે ડુંગરની ટોચેથી દરિયામાં ચાલતાં વહાણો પર પડવાથી વહાણો ડૂબી જતાં, એટલે જગડુશા નામના વણિકે દેવીને નીચે ઉતારવા ડગલે ડગલે પાડાનો અને છેલ્લે પુત્ર તથા પુત્રવધૂનો ભોગ આપેલો.

સોરઠી ગીતકથાઓ 427