પૃષ્ઠ:Sorthi Geet Kathao - Jhaverchand Meghani.pdf/૩૯

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

ઉતારા અંગાર જાતાં લાગે જેઠવો, હૂલ્યું હૈયા માંય હાલ્યો મારી હલામણો.

[જેઠવો ચાલ્યો જતાં આ મુકામના વસવાટ મને અંગાર રામ લાગે છે. €દવમાં (અણીદાર હથિયાર) ભોંકીને જાણે હલામણ ચાલ્યો ગયો.] ઘોળી ઘૂમલીની બજાર, લિયાળા લાગે; જેઠીરાણ જાતે ઉથલતે આભપરા-ધણી. [79]

[હવે જેઠવો રાજા અને આભપરા પહાડનો સ્વામી જતાં આ ઘૂમલીની બજાર હું છોડી દઈશ. મને શરીરમાં જ્વાળા લાગે છે.]

વીણોઈને વને વીંટાણાં વેલા જી' નીતરતે નેણે, હાલી નીકળ્યો હલામણો. [80] [આ વીણોઈ ડુંગરનાં વનમાં જેમ વેલા વધી વધીને વીંટાઈ-ગૂંચવાઈ જાય, તેમ અમે પણ અટવાઈ ગયાં. અને હલામણ તો આંસુ ટપક્તે નેત્રે ચાલી નીકળ્યો.] હલામણને કારણે ભગવો પેર્યો ભેખરઃ પીયર મારું પાછું રીયું, પોચી ઘૂમલી ઠેઠ. પોંચી ઘૂમલી ઠેઠ તે સાચી, સોન વરવા આવી નૈ જાય પાછી. [81]

[78]

હ્લ્ય

સોન કે' વોળાવી સાસરે, તે દિ' દકળો લાગ્યો'તો દેશ. વા'લાં હતાં તે વેરી થિયાં, શો કરવો ઉપદેશ !

શો કરવો ઉપદેશ કે જાણિયાં

ચોખાં નૈ બ્રાહ્મણ કે વાણિયાં.

હલામણને કારણે મેં ભગવો પેર્યો ભેખ. સોન કે' વોળાવી સાસરે, તે દિ' દકળો લાગેલ દેશ. [82]

હાલો બાની ! વનરા ઢૂંઢીએ, મળી ઉડાડિયેં મોર, (જેને) ટૌકે' હલામણ સાંભરે, કટકા કાળજ કોર.


' “જી'નો અર્થ *જેમ' *માફક' છે. એ ચારણી ભાષા-પ્રયોગ છે. 2 આ દોઢિયો ત્રુટક છે. 3 પાઠાન્તરઃ “જેની ગહેકે હલામણ ગયો.'

430 લોકગીત સંચય