પૃષ્ઠ:Sorthi Geet Kathao - Jhaverchand Meghani.pdf/૬૪

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

શેણી-વિજાણંદની કથા મારવાડમાં પણ પ્રચલિત થયેલી જણાય છે. તેની એંધાણી રૂપે નીચેના બે દુહા મળેલા છે. શેણી પોતાના હાથને કહે છે: કંકુબરણ કળાઈયાં, ચૂંડીં રત્નડિયાંહ, બીઝાં ગળ બિલગી નહિ, (થાને) બાળું બાંડિયાંહ ! [27] [હે મારા બાહુઓ (બાંહડિયાં) ! તમારી કંકુવરણી તો કળાઈઓ (કોણીથી નીચલા ભાગ) છે. તમારી ચૂડીઓ રાતીચોળ છે, પરંતુ તમે વિજા વિજાણંદ)ને ગળે ન વળગ્યાં – ન લપેટાયાં ન આલિંગન કર્યું, એટલે બળજો તમે ! ધિક્કાર છે તમને ! સીંધડીરાં સોદાગરાં, શેણીરાં શેણાંહ, બીંઝા આંગળ બાંચજો, બિધ રૂડી બેણાંહ. [28] (હૈ સિંધ દેશના સોદાગરો ! શેણીના સ્વજન વિજાની પાસે આ મારાં વેણ રૂડી રીતે વાંચજો !! લોકમાંથી શેણી સંબંધે બે કથાઓ મળે છે: 1. હિમાલયમાં જતાં રસ્તે વઢિયારમાં ‘કુંવર’ નામના ગામે ‘ધોળ ગમારો’ નામના ભરવાડને ઘેર શેણી રાત રહેલી. ત્યાં શેણીએ મીઠી જાળ’ નામના ઝાડનું દાતણ કરી રોપ્યું હતું, તેનું ઝાડ ઊગ્યું કહેવાય છે. 2. અંત સમયે જ્યારે વિજાણંદ ચાલી નીકળ્યો ત્યારે શેણીએ એને કહ્યું કે જા, ભરુ ભડકાવતો રહેજે. એ મુજબ વિજાણંદ ભરુ-(ભરવાડ)નો માગણ થયો. આજે પણ ભરવાડોમાં માંડવો થાય ત્યારે માણેકસ્થંભ ઉપર વિજાણંદનું ચિત્ર કોરવામાં આવે છે. ભરવાડો આજ સુધી ‘ભાંચતિયા’ને વિજાણંદની શાખાના ચારણોને) કન્યા-કોરી આપે છે. સોરઠી ગીતકથાઓ

455

૪૫૫
લોકગીત સંચય
 

સોરઠી ગીતકથાઓ
૪૫૫