પૃષ્ઠ:Sorthi Geet Kathao - Jhaverchand Meghani.pdf/૭

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

પો૨સાના દુહા ને! ઓહો, ગઢડા ગામમાં ફલાણા ભાઈને કંઠે પોરસાની વાતના પચાસ દુહ્ય કડકડાટ મોઢે છે. માંગડાના તો નહીં નહીં ને સો દુહા ફલાણા ગામના ફલાણા તુરીને આવડે છે. અરે, વળાના થડમાં ફલાણા ગામનો ફલાણો ચારણ ગામેતી તો તમારે તમારી પાંચ ચોપડીયું ભરાય! આવી અનેક દુહાનો ભંડાર. જઈને મંડો માંડવા લાલચોથી લલચાઈ, વાહન મળે તો મેળવી, નહીં તો પગપાળો, બતાવેલા ગામડે પહોંચું જ્યાં ઢગલેઢગલા કલ્પાયા હોય. ત્યાં ચપટી પણ ન જડે. સામેથી આપણે ગાવાનું આદરીએ ત્યારે એ અડબંગની સ્મૃતિને પાનો ચડે. શબ્દોની ઢગઢગ માટીમાં એકાદ સરસ પંક્તિ, એકાદ સાચો બોલ, મૂળ દુહાના વિકૃત સ્વરૂપને મટાડી અસલનો રમ્ય આકાર પ્રગટાવનાર એકાદ શુદ્ધિ તો જરૂર નીકળી આવે. કોઈ કોઈ વેળા તો એવા એકાદ નાનકડા સુધારાનીયે કેટલી મોજ આવે! - સૌ રોતો સંસાર, સૌ સૌને સ્વારથે, ભૂત રૂવે ભેંકાર, લોચનિયે લોહી ઝરે ! આ માંગડા ભૂતની કથાનો એક સંગ્રહમાં મુકાયેલ દુહો છે. તદ્દન અર્થહીન ને ભાવહીન, કારણ કે વિકૃત એમાં એક જ ભૂલ સુધારાઈ ગઈ : સૌ રોતો સંસાર, (એને) પાંપણીયે પાણી પડે; (પણ) ભૂત રૂવે ભેંકાર, (એને) લોચનિયે લોહી ઝરે ! ઓહો ! આ તો પાણી ટપકાવતા માનવ-રુદન અને ભૂતના ભયંકર લોહીઝરતા રુદનનો મુકાબલો આંધળાને આંખો આવે, તેમ દુહામાં અર્થની સંગતિ આવી; વિરોધમાંથી નિષ્પન્ન થતી વેદના, રચનાનો મરોડ વગેરે આવી ગયાં. આવા દૃષ્ટાંતોનો પાર નથી. એ બધી સ્વચ્છતા, સુડોળતા અને અસલ સ્વરૂપની નમણાઈ આણવાનું કામ કેટકેટલી સબૂરી, કેટકેટલાં ઉદ્યમ, રઝળપાટ અને કળવકળ માગી લે છે! વાર્તારસ અલ્પ છે આ ગીતકથાઓને હું કથા તરીકેના રસ માટે ન સંઘરું. કથા તરીકે વિધ વિધ પ્રસંગોની ખિલાવટ કરનાર વસ્તુ તો એમાંની કોઈકમાં જ હશે. કેટલીક તો એક જ તરેહનું વસ્તુ રજૂ કરે છે. વળી આંહીં સંઘરેલી તમામ વાતો માત્ર પ્રેમની – કરુણતામાં સમાપ્ત થતા પ્રેમની – વાતો છે. વાતને અંતે પ્રેમીજન એના મૃત પ્રેમપાત્રની ચિતા પર ચડીને બળી મૂઉં કહેવાય છે, તે હકીકતના સાચજૂઠનીય આપણને કશી ખેવના નથી. હું તો મૂલવી રહ્યો છું એનાં – દુહામાં સંઘરાયેલી ઊર્મિઓનાં મૂલ અને એ ઊર્મિઓની આલેખનકલાનાં મૂલ. આહીર, ચારણ, કાઠી, હાટી, ભરવાડ, રબારી વગેરે ભમન્ની (નૉમેડિક') જાતોનાં પ્રેમી જોડલાંને અમર કરતી આ કથાઓ છે. એ જાતોની જીભે રામાયણ જેટલા ૨સથી ગવાતા, પ્રેમીઓની છાની પ્રીત્યું પોષતા, ઘાયલોની પ્રણય-વેદનાને અવાજ દેતા આ દુહાઓ છે. આ આહીર વગેરે વર્ણો કોણ છે ? નાતરિયાં વર્ણો છે; એક નહીં પણ અનેક વા૨ પરણી-૫૨ણી છૂટાછેડા કરવાનો હક્ક ભોગવનાર જાતિઓ છે. ધર્મ લોકગીત સંચય 396

-

લોકગીત સંચય
 

સોરઠી ગીતકથાઓ