પૃષ્ઠ:Sorthi Geet Kathao - Jhaverchand Meghani.pdf/૮૧

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

રાણક - 7 ચ' ખેંગાર કોઈ રાજાને ઘેર કુંવરી જન્મી. રાજાએ જોષ જોવરાવ્યા. જોષીઓએ ભાખ્યું કે આ કન્યા અવજોગમાં અવતરી છે, એથી કાં એનાં માતાપિતાનો અથવા એના પતિનો એ નાશ કરાવશે. રાજાએ કન્યાને ચૂંદડીમાં વીંટાળી ગામની બહાર ખાડામાં નાખી દેવરાવી. દૈવયોગે કોઈ કુંભાર ત્યાં માટી ખોદવા આવતાં જીવતું બાળક દીઠું. માન્યું કે પ્રભુએ જ મારું વાંઝિયાપણું ભાંગવા આ બાળક મોકલ્યું હશે. ઘેર લઈ ગયો, પાળી, મોટી કરી. રાણકદેવડી નામ પાડ્યું. રાણક જુવાન બની છે, ભારી રૂપવતી છે, તે વખતે જૂનાગઢ ઉપર રા’ ખેંગાર રાજ કરે છે, ને ગુર્જરી પાટણ ઉપર સિદ્ધરાજ જયસિંહ, રાણક અને એનાં કુંભાર માતાપિતા જૂનાગઢની પાસે મજેવડી ગામમાં રહેતાં હોવાનું કહેવાય છે. એક દિવસ પાટણમાં સિદ્ધરાજને ઘેર ભાટ આવ્યાં. તેઓએ જમતાં જમતાં નિસાસો નાખી કહ્યું કે, ‘રાજા, તારા ઘરમાં પદ્મિની સ્ત્રી નથી'. રાજાના મોકલ્યા એ ભાટો સોરઠમાં ઊતરી, સુંદરી રાણકનાં વખાણ સાંભળતા સાંભળતા મજેવડી જઈ રાણકને તપાસે છે. પદ્મિનીનાં પૂરાં લક્ષણો દેખે છે, રાણકના જન્મની ખરી વાત નક્કી કરે છે. સિદ્ધરાજનું વેવિશાળ રાણક વેરે ઠરાવી પાછા પાટણ સીધાવે છે. 472 આ વાતની ખબર વિનાનો ખેંગાર એક દિવસે ઘોડેસ્વારીમાં એકલો ભમતો એકલી રાણકને કોઈ કૂવાકાંઠે મળે છે. બંને વચ્ચે પ્રીત બંધાય છે. પરણીને પોતાને મહેલે તેડી જાય છે. સિદ્ધરાજ અને ખેંગાર વચ્ચે આ બનાવે મોટું વૈર જગાવ્યું. ગુર્જરપતિએ જૂનાગઢને ઘેરો ઘાલ્યો. જૂનાગઢનો કિલ્લો તો અજેય હતો, પણ ખેંગારની એક મોટી ભૂલ થઈ પોતાને ઘેર આશ્રિત થઈને રહેલા પોતાના દેશળદેવ ને વિશળદેવ નામના બે ભાણેજોમાંથી એક દિવસ વિશળદેવને ખેંગારે એક ઊંચી જાતની મદિરા રાણકને આપી આવવા માટે એકલો અંતઃપુરમાં મોકલ્યો. વિશળદેવ એક તો મદિરા પીને ગયેલો, તેમાં વળી રાણકે અને પોતે રાણીવાસમાં પરસ્પર મદિરા-પાન કર્યું. બંને યુવાન હતાં. ચકચૂર બન્યાં અને બેભાન હાલતમાં જ એક જ હીંડોળા પર ઢળી પડ્યાં. ખેંગારે આવીને આ દૃશ્ય જોયું, વ્યાપેલા રોષને શમાવી રાખી, બંનેની ઉપર પોતાની

લોકગીત સંચય

૪૭૨
લોકગીત સંચય
 

સોરઠી ગીતકથાઓ
૪૭૨