પૃષ્ઠ:Sorthi Geet Kathao - Jhaverchand Meghani.pdf/૮૩

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

પિછી તો ખેંગારે રાણકને કોડીનાર ગામની નાગરવેલનું પાન તથા સુંદર સોપારીવાળું તાંબુલનું બીડું પણ ખવરાવ્યું. (બીડું ખવરાવવાની વિધિ પણ રજપૂતનાં લગ્નમાં થતી હતી. પરણી ખેંગાર રાણકદેવડીને મજેવડીથી જૂનાગઢમાં તેડી લાવ્યો, પરંતુ નગરમાં પેસતાં જ અપશુકન થયાં. 2. ખેંગાર સાથે લગ્ન પ્રથમ પરોળે પેસતાં, થિયો ઠકવો ને ઠેશ, (કાં) સૂનો સોરઠ દેશ ! (કાં) રંડાપો રાણકદેવીને ! [4] [ગઢની ૫રોળ (દરવાજા)માં પેસતાં જ રાણકને પગે ઠોકર આવી. વહેમ પડ્યો કે કાં તો સૌરાષ્ટ્ર દેશ ઉજ્જડ થશે, કાં મારો પતિ મૃત્યુ પામશે. હું વિધવા થઈશ.] પોતાની વિવાહિત કન્યાને ખેંગા૨ ૫૨ણી જવાથી ગુર્જરપતિ સિદ્ધરાજ જેસંગ કોપાયો. જેસંગદેવે જાય, ધારાનગર ઢંઢોળિયો, કપરો તે કે'વાય, ખેંગારસું ખેંધો મ કર ! [5] જિયસિંહ સિદ્ધરાજે જઈને ધારાનગરીના રાજાને ઉશ્કેર્યો, પણ એણે કહ્યું કે જૂનાગઢ ૫૨ ચડવું એ કઠિન કામ છે. હે યસિંહ ! ખેંગાર સાથે વૈર ન કરજે.] બાવન હજાર બંધિયા, ઘોડા ગઢ ગિરનાર, કેમ હઠે સોરઠ-ધણી ખેહણ-દળ ખેંગાર? [6] [ગઢ ગિરનાર (જૂનાગઢ)ના રાજાને ઘેર તો બાવન હજાર ઘોડેસવારોની સેના રહે છે. એવા સૌરાષ્ટ્રસ્વામી, એવો મહાન દળવાળો ખેંગાર કેમ હઠશે ? ૩. ખેંગાર પાસેથી ઊંચી જાતની મદિરા લઈ દેશળનું અંતઃપુરે જવું. મતિ ભૂલેલી દેવડીનું નશામાં ચકચૂર થવું. મામી ભાણેજનું બેહોશ હાલતમાં એક જ હીંડોળે ઢળી પડવું. સ્તંભ પર કટારી મારીને ખેંગારનું ચાલ્યા જવું. દેવડીનું જાગવું. થંભ કટારો થરહર્યો, વરમંડ પૂગી વરાળ, ઊઠને ભાણેજ દેશળા ! કોપ્યો રા' ખેંગાર. [7] રાણક દેશળને જગાડે છે. ઓ ભાણેજ દેશળ ! તું ઊઠ. જો આ સ્તંભ પર કટાર ખૂતેલ છે. ખેંગાર કોપ્યો લાગે છે. એના દિલની વરાળ છેક મસ્તકને તાળવે (અથવા વ્યોમમાં) પહોંચી લાગે છે.. 474

લોકગીત સંચય

૪૭૪
લોકગીત સંચય
 

સોરઠી ગીતકથાઓ
૪૭૪