પૃષ્ઠ:Sorthi Geet Kathao - Jhaverchand Meghani.pdf/૮૪

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

ખેંગારે દેશળને ફિટકાર દઈ ચાલ્યા જવા કહ્યું. દેશળ કરગરે છેઃ નથી મેં ઘોડા ગૂડિયા, નથી ભાર્યા ભંડાર, નથી મેં માણી દેવડી, ઓળંબા મ દે ખેંગાર ! [8] [હે ખેંગાર ! મેં નથી તારા ઘોડા માર્યા. નથી તારા ખજાના છુપાવ્યા. રાણકદેવી પર મેં કુદૃષ્ટિ નથી કરી. તું મને ઉપાલંભ (ઠપકા) ન આપ.] ખેંગાર ન માન્યો. દેશળને દેશવટો દીધો. 4. સિદ્ધરાજની સેના જૂનાગઢને ઘેરો ઘાલે છે. રાજમાતા મીનળદેવીના તંબુ ઉપરકોટની બહાર ખેંચાયા છે. કવિ મીનળ અને રાણક વચ્ચે વિવાદ થયાની કલ્પના કરે છે કવણ ખટકાવે કમાડ ! મેડી રાણકદેવની; જાણશે રા' ખેંગાર, (તો) ત્રાટક કાન જ ત્રોડશે. [9] [રાણક પૂછે છેઃ આંહીં મારા આવાસનાં કમાડ કોણ ખખડાવે છે? જો ખેંગાર જાણશે તો ખખડાવનારના કાન તોડી નાખશે. મારો મેઢો લાડકો, આયો ગઢ ગરનાર, મારી રા'ખેંગાર, ઉતારવી રાણકદેવને. [10] [મીનળદેવી કહે છેઃ મારો લાડકવાયો પુત્ર ચડીને ગઢ ગિરનાર પર આવ્યો છે. રા' ખેંગારને મારીને અમારે રાણકને ઉતારવી છે.] 'અમારા ગઢ હેઠ, કેણે તંબ તાણિયા ! સઘરો મોટો શેઠ, બીજા બધા વાણિયા ! [11] રાણક પૂછે છેઃ અમારા ગઢ નીચે કોણે તંબુ તાણ્યા છે ? શું એક સિદ્ધરાજ જ મોટો શેઠિયો છે ને બાકીના સર્વને જગતમાં પામર વાણિયા સમજો છો? વાણિયાના વેપાર જાતે ા'ડે જાણશો ! મારશું રા' ખેંગાર, ઉતારશું રાણકદેવીને ! [12] ' આ વ્રેહાની પ્રાચીનતા પુરવાર કરતો જૂની ગુજરાતી ભાષાનો ઘેહો મેરુતંગસૂરિના પ્રબંધ ચિન્તામણિ'માંથી જડે છેઃ રાણા સત્વે વાણિયા, જેસલ બહુઉ સેઠિ, કારૂં વિર્ણજડું માણ્ડીયઉં, અમ્મીજ઼ા ગઢ હેઠિ. આ પ્રબંધ ચિન્તામણિ' ગ્રંથ સં. 1361માં રચાયેલો છે. ('જૈન ગુર્જર કવિઓ', પાનું 256.) તેની અંદર દાંત તરીકે ટાંકેલા આ દોહા એથી પણ જૂના તો હોવા જ જોઈએ. - સં સોરઠી ગીતકથાઓ

475

૪૭૫
લોકગીત સંચય
 

સોરઠી ગીતકથાઓ
૪૭૫