પૃષ્ઠ:Sorthi Geet Kathao - Jhaverchand Meghani.pdf/૮૬

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

તરવરિયા તોખાર ! હૈયું ન ફાટ્યું, હંસલા,' મરતાં રા' ખેંગાર, ગામતરાં ગુજરાતનાં. [16] હે વેગીલા ઘોડા ! તારો સ્વામી ખેંગાર મરતાં આજે મારે (અથવા તારે) ગુજરાતમાં જવું પડે છે, એ જોઈને તારું હૃદય ફાટી કેમ નથી પડતું J ઉપરકોટના ગોખ ૫૨ ચડીને ટીકા કરતા મોરને કહે છે: કાં ટૌકે ગ૨જ છ, મોર ! ગોખે ગરવાને ચડી, કાપી કાળજ-કોર, પિંજર દાઝ્યો પાણીએ. [17] [હ મોર ! ઉપરકોટના ગોખમાં ચડીને તું ટહુકાર કેમ ગજાવી રહ્યો છે? એ ટૌકા મીઠા છતાં આજે તો મારા કાળજાની કોર કાપી નાખે છે; જાણે કે પાણી થકી મારું દેહ-પિંજર દાઝી જાય છે.] પાદરના વડલાને કહે છે: વડ વાવડી તણા ! (તું) નીધણીઆ, નીલો રિયો ! મરતે રા' ખેંગાર, સૂકી સાલ ન થ્યો? [18] [હે વાવ ઉપર ઝકૂં બેલા વડલા ! તું ધણી વગરનો બની ગયો, છતાં હજુ લીલો ને લીલો કેમ રહ્યો ? ખેંગારના શોકમાં તું સુકાઈને લાકડું કાં ન બની ગયો?J વનરાઈમાં ઊભેલા સાબરને કહે છે: રે સાબર ! શીંગાળ, (એક દિ') અમેય શીંગાળાં હતાં; મરતે રા' ખેંગાર (આજ) ભવનાં ભીલાં થઈ રિયાં. [19] [હે ઊંચા શીંગવાળા સાબર ! તારી માફક હું પણ એક દિવસ શીંગવાળી ખેંગાર સરખા સ્વામીના પ્રતાપે અને રક્ષણ ગૌરવવન્તી) હતી. પણ આજે ખેંગાર મરતાં, મારા ઊંચા શીંગ – મારાં ગૌરવ – નીચે ઢળી પડ્યાં છે.] - ચંપાફૂલના છોડને કહે છે: 1 હંસલો: ઘોડો 2 ‘ગરવો’ મૂળ ‘ગિરનાર'ને માટે વપરાય છે, પણ આંહીં રાણકનો રાજમહેલ ઉપરકોટ સમજીએ. ૩ ‘દાઝ્યો પાણીએ’ એ શબ્દો સ્વભાવ-પલટો બતાવીને વૈદનાનો ખયાલ આપે છે. પાણીનો સ્વભાવ ઠારવાનો છે, દઝાડવાનો નહીં. મોરના ટૌકાનો સ્વભાવ સુખ કરવાનો છે, દિલને કાપવાનો નહીં. છતાં આજે રા' ખેંગાર જતાં પ્રકૃતિનું પરિવર્તન. કોઈ વળી ‘દાઝ્યો પ્રાણીઓ' એવા પાઠ પણ લે છે. 4 શીંગાળાં: ગૌરવવાળાં; શીંગડાને ગૌરવનું ચિહ્ન ગણેલ છે. 5 પાઠાન્તરઃ શીંગાળા ! શીંગ મ તાણ્ય. ભીલાં: જે પ્રાણીનાં શીંગડાં નીચે વળેલાં હોય છે, તે ભીલાં' કહેવાય. જેમ કે ‘ભીલીઓ બળદ'. સોરઠી ગીતકથાઓ

477

૪૭૭
લોકગીત સંચય
 

સોરઠી ગીતકથાઓ
૪૭૭