પૃષ્ઠ:Sorthi Geet Kathao - Jhaverchand Meghani.pdf/૮૮

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

લાલચ આપે છે, ત્યારે રાણક પોતાના પ્રિય સોરઠ દેશ અને સૂકા પાટણ પ્રદેશ વચ્ચે સરખામણી કરે છે: બાળું પાટણ દેશ, જીસે પટોળાં નીપજે; સરવો સોરઠ દેશ, લાખેણી મળે લોબડી. [25] [જ્યાં પટોળાંના સાળુઓ બને છે: તે તારા પાટણ શહેરને છો આગ લાગો! સુંદર તો મારો સૌરાષ્ટ્ર દેશ છે, કે જ્યાં રૂપાળી ઊનની કામળીનું ઓઢણું વણાય છે.] મારું પાટણ દેશ, (જ્યાં) પાણી વિણ પોરા મરે ! સરવો સોરઠ દેશ, (જ્યાં) સાવઝડાં સેજળ પીવે. [26] [નાશ થજો એ પાટણ પ્રદેશનો, કે જ્યાં ઝીણા પોરા જીવતા રહે એટલુંય પાણી નથી ટકતું. એથી તો ભલો છે મારો સોરઠ દેશ, કે જ્યાંની અખંડ વહેતી નદીઓમાં સિંહ જેવા જબરદસ્ત પશુઓ પણ ભરપૂર પાણીની અંદર ઊભાં રહી પી શકે છે.] પોતાનું રાણીપદ લેવા કોઈ પણ રીતે કબૂલ ન થતી રાણક ઉપર જ્વસિંહ જુલમ આદરે છે. એના બે નાના દીકરાઓને પાણી વિના ટળવળાવે છેઃ રાણક કલ્પાંત કરે છેઃ (કોઈ) પહલી' પાણી પાય એને ઘડે ઘી ઘુંટાવીએ; મારાં) કૂંપળડાં કરમાય, રોપા રાણકદેવના. [27] [મારાં કુમળા રોપા જેવાં બાળકો આજ પાણી વિના મરી રહ્યાં છે. અત્યારે જો કોઈ એને એક ખોબો ભરીને પાણી પીવરાવે, તો તેને બદલે ભવિષ્યમાં હું એ ખોબો પાણી દેનારને ઘડા ભરી ભરી ઘીના ઘૂંટડા ભરાવીશ.] એથીયે આગળ વધીને સિદ્ધરાજ જ્યારે બળાત્કારથી હા પડાવવા રાણકના દીકરાઓની હત્યા કરવાનું ઠરાવે છે, અને માણેરો નામે દીકરો મૃત્યુની ઘડીએ ‘મા ! મા !' પોકારી રડે છે, ત્યારે રાણક દીકરાને શિખામણ આપે છે: માર્ણા, મ રોય ! મ કર આંખ્યું રાતીયું ! લાગે કુળમાં ખોય, મરતાં મા ન સંભારીએ. [28] હે માણેરા ! ન રોવાય. આંખો રાતી પણ ન કરાય. મરતી વેળા માને સંભારીને કાયર બની રડીએ તો આપણા કુળને ખોટ (કલંક) લાગે.] ' પહલી અસલ ‘પોહ’ પછી ‘પહ'ને પછી રૂપાંતર ‘પહલ' જેમ કે ‘એ માણસ પોહ આંસુડે રોયો' અર્થાત્ 'ખોબે આંસુડે' લગ્નમાં પહ ભરાવવા'ની વિધિ થાય છે. સોરઠી ગીતકથાઓ

479

૪૭૯
લોકગીત સંચય
 

સોરઠી ગીતકથાઓ
૪૭૯