પૃષ્ઠ:Sorthi Geet Kathao - Jhaverchand Meghani.pdf/૯૭

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

9 સૂરનો હેમિયો સાચી વાર્તા લોક-સ્મૃતિની અંદરથી લુપ્ત થઈ જણાય છે. દોહાઓ હજુ જીવતા છે, લોકો લાડથી ગાય છે, પણ ઘટનાના અંકોડા મળતા નથી. કોઈ ગાનારાઓ કહે છે કે હેમિયો નામનો આહીર કુળનો જુવાન પોતાની સાચી પ્રિયતમાને ત્યજી એનાં માબાપની આજ્ઞા મુજબ બીજે પરણી ગયો તેથી ઊપજેલું આ પ્રિયતમાનું આક્રંદ છે. કોઈ કહે છે કે હેમિયો સાતગાલોળ નામે ગામના આહીર સૂર ભેડાનો દીકરો હતો. એનું સગપણ પોતાની સુમદે નામની ફુઈની દીકરી કલાંની વેરે થયેલું; પણ એનો પ્રેમ તડભીંગરોડ ગામે નામના આહીર દેવાત પોપટની પુત્રી સોમલ ઉપર ઢળેલો હતો. હેમિયો ફુઈની દીકરી સાથે પરણવાની ના પાડી બેઠો હતો. તેથી છેવટે ફુઈએ ઈર્ષ્યાને વશ બની ભત્રીજાને જમવા બોલાવી ઝેર દીધું હતું. અને મરતાં મરતાં હેમિયાએ પોતાની પ્રિયતમા સોમલને જોવાની ઝંખના કરી, તેથી સોમલને તેડવા દૂત ગયો હતો, પણ સોમલ આવી પહોંચે તે પહેલાં હેમિયો મરણ પામ્યો હતોઃ એવી વાતને આધાર આપતા બે-ત્રણ દોહા આમ બોલાય છેઃ દૂત જઈને દરવાનને કહે છે: 488 દરવાણી, દ૨ ખોલ ! દરવાજા કાં દઈ વળ્યો, સૂતી સોમલને ગાડ ! હાલકલોળે હેમિયો. સાતગાલોળેથી સાબદો, પંડ્યો આવ્યો પરદેશ, સામો મળ્યો સવારમાં, વીરા વધામણી દેશ. અબુધ ને અજાણ, પાડોશીને પૂછ્યું નહિ ફુઈએ દીધું ફરાળ, હાલકલોળે હેમિયો. સોમલ કે' સંસારમાં, ફેરા નવ ફરી કલેજે ઘા કરી, ાથુંથી ગ્યો હેમિયો. આવા ત્રણ-ચાર દોહાઓ મળે છે, પણ તે કથાની કે કવિતાની દૃષ્ટિએ નિરર્થક છે.

લોકગીત સંચય

૪૮૮
લોકગીત સંચય
 

સોરઠી ગીતકથાઓ
૪૮૮