આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
(૧૧)
થાળીયો માંજવા બેઠો.)
પ્રેમકોર : બાર ઉપર ત્રણ વાગતે આવવાનું હતું, ને કેમ મોડાં આવ્યાં ?
મંછી : માથા ગુંથવા રહ્યાં ત્યાં વાર લાગી, ને વળી અમારે [૧]બા બહુ થાંથાં છે.
હરકોર : હું તો તમારા પહેલી પરવારી હતી; પણ તમે મારા ભાઈને પૂછવા જ્યાં, ત્યાં પોરની પોર વાર થૈ જૈ ને શું ?
પ્રેમકોર : જુઓ નણંદ વિના એટલું કોણ કહે ?

(નણંદનો મશકરી કરવાનો હક છે)

અંબા : ઓ મોટીમા.

(મોટીમા એટલે બાપની મા)

હું માણકચંદ કાકને ઘેર ગઈ હતી, તે માણકચંદ કાકા ને મંછી કાકી બંને ખુરશીઓ ઉપર જોડા જોડ બેઠાં હતાં

(એ રીતે જાહેરાંત બેસવાનો ચાલ નથી. છાની રીતે બેઠાં હશે, તે અંબાએ દીઠાં હશે.)

મંછી : (હશીને બોલ્યાં) મરો તમે અંબાબહેન, બહુ ચાવળાં દેખાઓ છો ને શું ? તમે મરવા અવ્યા છો કે જીવવા ?

(દીકરીને મરો એમ કહેવાય, દીકરાને ન કહેવાય. લોકો કહે છે, કે બહુ ચાવળું એટલે હોશિયાર છોકરૂં, હોય તે ઝાજું જીવે નહિ.)

પ્રેમકોર : રસોઈઓ રાખ્યો છે કે તમે રાંધો છો ?

(બાયડીયોની વાતોમાં મુખ્ય તો રસોઈની વતા


  1. નણંદ