આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
(૧૨)
હોય છે. ને પછી છોકરાંની, તે પછી ઘરેણું પહેરવાની, શિવાય કામણ ટુમણની, ભૂત વગેરેની તથા લડાઈની.)
મંછી : એક બ્રાહ્મણને રાખ્યો હતો પણ બ્રાહ્મણનું રાંધ્યું તો બ્રાહ્મણ ખાય, કે ભેંશ ખાય; તમારા દીયરને પણ કાંઈ ઠીક પડ્યું નહિ. માટે તેને કહાડે મેલીને એક વાણીઆને હમણાં રાખ્યો છે.
પ્રેમકોર : અમારે પણ નેમાના બાપને કોઈની કરેલી રસોઈ ભાવતી નથી, મને કહે છે કે મને તો તારા હાથની જ રસોઈ ભાવે છે.

(પોતાને સારી રસોઈ કરતાંઆવડે છે એવી મગરૂરી બતાવી.)

મંછી : મારા જેઠે હવે ઘડપણનો રોટલો કે રોટલી તો નહી ચવાતું હોય ?
પ્રેમકોર : શેનું ચવાય દાંત બધાય હલે છે, માટે શીરો ખવાય, અથવા બાજરીના રોટલાનો ગરભલો નાના છોકરાંને ખવરાવીએ એવો ખાઈ શકે.
મંછી : મારા પીયરના ગામમાં એક વાણીયાની દીકરી નવ વર્ષની આ વર્ષમાં પરણી, તેનો વર એવડો હતો.
પ્રેમકોર : તૈં શું છે ? મારે છોકરાં ન થયાં હોય તો તમારા જેઠ આજ પરણે કે નહિ?
મંછી : ત્યારે આ તમારા પર સોક્ય આવેલી, તે તમારે છોકરાંની ખોટ હતી ?