આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
(૧૪)
હરકોર : | બાઈ, કાકાબળિયાનો માલ છે. |
નવલવહુ : | ત્યાર પછી તમારે કાંઈ છોકરાં નથી થયાં ? |
મંછી : | ત્યાર પછી બે કસુવાવડો થઈ.
(કસુવાવડ એટલે ગર્ભના મહિના પૂરા ન થતાં જનમીને મરી જાય તે) |
પ્રેમકોર : | હમણાં કાંઈ આશા છે ?
(ફરજન થવાનો સંભવ છે) |
મંછી : | હા, છે. |
પ્રેમકોર : | ભલે બાઈ ભલે, નાહ્યાં કેટલું થયું ? (રૂતુસ્નાન ક્યારે કર્યું છે?) |
મંછી : | આવતી પાંચમે ચોથો મહિનો અધવારશે. |
હરકોર : | ઝવેરચંદ શેઠની વહુને કાંઈ આશા છે કે? |
પ્રેમકોર : | અરે બાઈ, એમને પણ આ મલુકચંદ અવતર્યા પછી બે કસુવાવડો થઈ, એક બે વાર વાએ ગયું, ને ત્યાર પછી બીજો દીકરો છ મહિનાનો થયો છે.
(વાએ ગયું એટલે બે ત્રણ મહિનાનો ગરભ પડી જાય તે)}} |
નવલવહુ : | હરકોરબાઈ તમારે શાં છોકરાં છે? |
હરકોર : | મારે દીકરિયો પથરા ચાર છે.
(એ દીકરીને પથરો કહે છે) |
પ્રેમકોર : | દીકરો એકે નથી થયો ? |
હરકોર : | એક દીકરો છ મહિનાનો થઈને પછો વળી ગયો છે . (મરી ગયો) |