આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
(૧૭)
પાટલો ગયો ખશીને, ભાઈ ઉઠ્યો હશીને;
કુતરાં જાજો કમાડ, ભાઈને રોતો રમાડ;
સુઈ રે , હાલ્ય હાલ્ય.
(છોડી હોય તો બેનને ઘુમણીયો ઘાલો, બેન મારી અટારી, ઘીને ખીચડી ચટાડી. એ વગેરે રીતે ગાય છે.) | |
અંબા : | એ માડી, આ તો નથી ઉંઘતો. |
નવલ : | ઊતાવળા હીંચકા નાંખ, ને હાલો ગાતી જા, એટલે ઊંઘી જશે.
વળી અંબા ગાવા લાગી હાલ્યવાલ્યને હુવા, લાડવા લાવશે ભાઈના ફુવા; |
અંબા : | સુઈ રહે, નહિ તો બાઘડો બોલે છે, તે હમણાં આવીને લઈ જશે. |
પ્રેમકોર : | ઝાઝી વારથી સુતો છે, તે હવે નહીં ઊંઘે. લ્યો નવલ વહુ ધવરાવો. |
નવલવહુ : | ઓ અંબા, અહીંયાં લાવ્ય, એને ધવરાવું.
(અંબાએ લાવીને આપ્યો.) |