આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે


પ્રસ્તાવના


જેને ગૂજરાતી બોલી અથવા ચાલ ચલગત સારી પેઠે જાણવાની મરજી હોય, તેણે આવી ચોપડી ધ્યાન લગાડીને વાંચવી કેમકે એક દક્ષણી માણસ પોતાના મનમાં એવું ધારતો હતો કે હું ગૂજરાતમાં ઝાઝાં વરસ રહ્યો છું, તેથી ગૂજરાતી ભાષા તથા ચાલચલગત સારી પેઠે જાણું છું; એવું કોઈ ગૂજરાતી માણસ આગળ તેણે કહ્યાથી, પેલા ગૂજરાતીએ દક્ષણીને કહ્યું કે, તમે ગૂજરાતીમાં સરકારી કામમાં રહેલા માટે જેટલા શબ્દો સરકારી કામમાં આવ્યા હશે, તેટાલા તમે જાણતા હશો. પણ અમારા ઘરમાં બાઇડિયો, છોકરાં, શી રીતે બોલે છે તે જ્યારે તમારા જાણવામાં હોય, ત્યારે તમે ગૂજરાતી ભાષા સારી પેઠે જાણો છો એમ કહેવાય. માટે તે તમે જાણતા હો તો કહો કે "ઘૂમણી ઘાલવી" એટલે શું ? પછી તેનો અર્થ પેલા દક્ષણીના સમજવામાં આવ્યો નહિ. માટે ગૂજરાતી ભાષા, તથા ચાલ વિષે જાણવા સારૂ સાહેબ મોસુફને વાસ્તે આ વર્ણન કલ્પના કરીને મેં બનાવ્યું છે.

મુકામ સાદરા. સને ૧૮૫૪
 

આ ચોપડી વાંચીને આપણે એટલો વિચાર કરવાનો છે કે - આપણે દેશની વગર ભણેલી અને વેહેમી સ્ત્રીયો ભેગી થઈને આવી વાતો કરે છે. અને સુધરેલા દેશની સ્ત્રીયો