આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
(૨૨)
"વળી ઘડીએક થઈ એટલે."
તારાચંદ : ઉઠોને હવે તો ઘેર જઇયે.

(બાઇડિયોની વાતો ખૂટે નહિ, વાસ્તે તેનો ઘણી વિચાર કરીને નાનું છોકરૂં હોય તેને સાથે મોકલે છે, મતલબ કે ઝાઝીવાર થશે એટલે છોકરૂં રોવા લાગશે, એટલે ઊઠીને ઘેર આવશે.)

મંછી : ઓ મલુકચંદ, આ તારાચંદને રમવા તેડી જા.
મલુકચંદ : ચાલ્ય ચાલ્ય આપણે રમિયે, ને મારે ભણવાની પાટી તને દેખાડું. પછી બંને જણ આઘા ગયા.
તારચંદ : આ લેખણ કેની છે ?
મલુકચંદ : અડીશ નહિ, અડીશ નહિ, એ તો ભાગી જાય. મારી લેખણ છે.
તારાચંદ : આ તો મારી લેખણ.
મલુકચંદ : લાવ ગધાડીના મારી છે.

(ગધાડીના દીકરા)

તારાચંદ : તું ગધાડીનો.
મલુકચંદ : તારો બાપ ગધાડીનો.
તારાચંદ : તારી માનું નાતરૂં.
મલુકચંદ : તારી માનું નાતરૂં, રાંડના જો તું આ જઈને મારી મોટી માને કહી દેઊં છું.
તારાચંદ : જા, કહી દે ને, તારી મોટી મા શું કરશે ?
મલુકચંદ : ઓ મોટી મા, આ તારિયો મને ગાળો દે છે.

(બેઅદબીથી બોલતાં હેમચંદનો હીમલો, પ્રેમચંદનો