આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
(૨૩)
પ્રેમલો, તારાચંદનો તારિયો, એ તીતે બોલાય છે. જ્યારે કોઈ ઉપસ્થનું નામ લે છે ત્યારે એમ કહેવાય છે કે એભૂંડું બોલે છે.)
તારાચંદ : મને ગધાડીનો કહ્યો, ને વળી.
મલુકચંદ : મને મા સામી ભુંડાબોલી ગાળ દીધી.
તારાચંદ : તેં મને મા સામી ભૂંડાબોલી ગાળ દીધી કે?
પ્રેમકોર : (મલુકચંદને કહે છે) તારી મા તો એની ભાભી થાય, તે ભૂંડબોલી ગાળ એ તો દે, પણ એની મા તો તારે કાકીમા થાય, તેને તેં ભુંડાબોલી ગાળ દેવાય નહિ.

(દીયરનો તથા ભાણેજનો મશકરી કરવાનો તથા ગાળ દેવાનો , હસવા બોલવાનો ચાલ છે, પણ એ ચાલ ખરાબ છે.)}}

મલુકચંદ : એ મારી મા સામી ગાળ દેશે તો હું એની મા સામી ગાળ દેઈશ.
મંછી : લ્યો હવે તો ઊઠીશું. ઘેર વાટ જોતા હશે.
પ્રેમકોર : હમણાં જવાય છે. બેઠાં છો, શી ઉતાવળ છે ? તમે અહીંયા ક્યારે આવો છો ?
હરકોર : પેલા સામા ઘરમાં બેઠાં છે તે કોણ છે ?
પ્રેમકોર : એ અમારે બેન.

(સોક્યને બેન કહે છે.)

નવલ : તમારી સોક્ય ?

(ઘણું કરીને સોક્યની સાથે બોલવાનો વહેવાર ન હોય. કારણ કે લડાઈ હોય છે)