આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
(૨૯)
પ્રકરણ બીજું
(બીજે દહાડે ગામડાનો ખેડુત શેલડીઓનો ભારો માણકચંદ શેઠને વાસ્તે લાવ્યો.) | |
ખેડુત : | (સીપાઇને કહે છે.) માણકચંદ શેઠ ઘેર છે કે ? આ શેલડીઓ આપવી છે. |
સીપાઈ : | શેઠ તોવાડીએ પધાર્યા છે, ને શેઠાણી ઘેર છે, માટે તેમની પાસે લઈ જા. |
ખેડુત : | લ્યો શેઠાણી સાહેબ, આ શેલડીઓ, હું તમારે વાસ્તે લાવ્યો છું. |
શેઠાણી : | પેલી બાઈડી કોણ છે ? |
ખેડુત : | એ તો અમારી ઘરવાળી છે. |
શેઠાણી : | તમારી વહુ છે ? |
ખેડુત : | હા.
એક અંગ્રેજી કાગળ મારી પાસે છે, તે મારે કોઈને વંચાવવો છે, તે કેને વંચાવું ?}} |
શેઠાણી : | સામા ઘરમાં એક અંગ્રેજી ભણેલો વાણિયો રહે છે, તેને વંચાવ. |
ખેડુત : | એ વાણીઆનું નામ શું છે ? |
શેઠાણી : | એનું નામ મારાથી લેવાય એવું નથી, તારાચંદના બાપના નામે નામ છે. |
ખેડુત : | એનું નામ માણકચંદ શેઠ છે ! |
શેઠાણી : | ચંદ નહીં, લાલ કહેવાય છે. |