આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
(૪)

ભેગી થાય છે ત્યારે વિદ્યા સંબંધી અને દેશની સ્થિતિ સંબંધી વાતો કરે છે. થોડાં વર્ષ ઉપર મીસ મેરી ક્યારપેંટર અહિ આવી હતી, તે એવાં ભાષણો કરતી હતી કે જે સાંભળીને વિદ્વાનો પણ અચરજ પામતા હતા. આપણી સ્ત્રીયો ભણીને એવી હોશિયાર થશે ત્યારે જ આપણા દેશની સ્થિતિ સુધરશે.

दोहरो

स्त्रियो सुधरशे तोज फळ, उत्तम थशे अथाक;
पृथिवी सुधरे तोज त्यां, पाके सारो पाक। १
ક. દ. ડા.

આ પુસ્તક્ની પહેલી આવૃત્તિ સન ૧૮૫૬માં સોસાઇટીએ છપાવી હતી. પછી બીજી આવૃત્તિ ૨૦૦૦) નકલો સન ૧८૬૪માં છપાવી હતી. અને ત્રીજી આવૃત્તિની ૧૦૦૦) નકલો સને ૧૮૭૪માં છપાવી હતી. તે બધી નકલો ખપી ગઈ, અને ઈનામમાં વહેંચવા સારૂ સરકાર તરફથી તથી બીજા દેશી સંસ્થાઓના અધિકારીઓ તરફથી તથા બીજા દેશી સંસ્થાઓના કેળવણી ખાતાના ઉપરી અધિકારીઓ તરફથી તથા લોકો તરફથી તેની માગણી થયા કરે છે તેથી આ ચોથી આવૃત્તિની ૧૦૦૦ નકલો છપાવી છે.

ગૂ. વ. સોસાઇટીની ઑફિસ.
અમદાવાદ
૩૧મી માર્ચ સને ૧૮૮૯
કૃપાશંકર દોલતરામ ત્રવાડી,
આસિસ્ટંટ સેક્રેટરી, ગૂજરાત
વર્નાક્યૂલર સોસાઇટી.