આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
(૩૧)
અંબા : | બાપા, કાલે મારી ઢીંગલીનો વિવા કરવો છે, તે બધી મારી ગોઠણો ભેળી થશે, તે અમે આ શેલડીઓની જમણવાર કરીશું.
(લૂગડાની પૂતળી તથા પૂતળો પરણાવાની છોડીઓ રમત કરે છે.) |
હીરાચંદ : | ઠીક છે, પણ મલુકચંદનો ભાગ પાડજો. |
મલુકચંદ : | મારા ભાગની શેલડિયો મને આપો. હું પણ મારા ગોઠીઆઓને માંહીથી વહેંચી આપીશ. |
હીરાચંદ : | પારકાં છોઅકરાંને ખવરાવી દેશો નહિ, તમે ખાજો. |
અંબા : | બાપા, એક રંગેત પૂતળી, ને એક લૂગડાની સારી ઢીંગલી ને એક ઢીંગલો, મારે રમવાને માગવી આપો. |
મલુકચંદ : | બાપા મારે વાસ્તે એક ભમરડો, ચકરડી ને કોયલ મગાવી આપો. |
અંબા : | મારે વાસ્તે રૂપાળા દાંતના કુકા (પડા) મગાવી અપજો. (ગામ વળાની સીમમાં ભીમની બેનના પડા છે.) |
શેઠ : | સારૂં, માગાવી આપીશું. |
પેમકોર : | પટેલ, તમે ક્યારે આવ્યા ? સારા છો કે ?
(મુલાકાત થતાં સારા છો ? એમ પૂછવાનો ચાલ છે.) |
પટેલ : | હમણાં હું આવ્યો છું. તમે સારાં છો ? |
પ્રેમકોર : | અહીં આવો, કેમ બે દહાડા પહેલા આવ્યા નહીં ? |
પટેલ : | અમારા ગામમાં મોતીચંદ વાણીઓ મરી જ્યો, એટલે હું આવી શક્યો નહીં. |
પ્રેમકોર : | બોલોમાં, બોલોમાં, એ તો મારો પીત્રાઈ કાકો થાય |