આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
(૩૮)
પ્રેમકોર : જાણ્યામાં તો સાતેવાનાની સુખડી કરશે.

(લાડવા, પેંડા, બરફી, જલેબી, સુતરફેણી, ઘેબર, ખાજાં)

મંછી  : હા ? ત્યારે તો બહુ સારૂં.
નવલવહુ : બાઈજી.

(સાસુને બાઈજી કહે છે.)

પ્રેમકોર : હાં.
નવલવહુ : મને તેડી જશો કે ઘેર મુકી જશો ?
પ્રેમકોર : તમારો વર કહે તેમ કરજો બાપા.

જે બાયડી ધણીની મનાતી થઈ, તે પછી સાસુનું કહ્યું કાંઈ માને છે ?

નવલવહુ : શું તમારૂં કહ્યું હું નથી માનતી ?
પ્રેમકોર : બધુંએ માનો છો.

(મતલબ કે કાંઈ નથી માનતી.)

મલુકચંદ : મા, મને જમવા મોકલીશ કે નહીં ?
નવલવહુ : તારા મોટા બાપા જાણે.
મલુકચંદ : હમણાં ને હમણાં તું જઈને મારા મોટા બાપને કહે.
નવલવહુ : મેર મેર પીટ્યા, હું તે તારા મોટા બાપને ક્યાં કહેવા જઈશ.

(સ્ત્રીની વરસ ૪૦ની ઉંમર થાય ત્યાં સુધી સસરા સાથે વાતચીત કરવાનો ચાલ નથી.)

મંછી  : અરરર, જીભ તો વાઢ્યા જેવી દેખાય છે, દીકરા જેવી