આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
(૩૯)
દેહીને એવી ગાળ શું કરવા દેતાં હશો ?
નવલવહુ : ત્યારે જુવો છો કે નહીં ? કેવું બોલે છે ?
મંછી  : એ તો સમજતો નથી, તે ગમે તેમ બોલે.
અંબા  : ત્યારે મારા બાપાને જઈને તું કહેને, મને મોકલે.
નવલવહુ : બધું ગોત્ર ગાંડું છે, તેમાં શું.

(વર સાથે પણ જાહેરાંત બોલવાનો ચાલ નથી પણ અંબાએ ઘણીવાર વાત કરતાં દીઠું હશે, તેથી એવું કહ્યું.)

પ્રેમકોર : અમારા ગોત્રમાં કોઈ ગાડું નથી. એ તો વીસ વસા મોસાળના.
મંછી  : વહુનું નામ નવલવહુ છે કે કાંઇ બીજું હતું ?
પ્રેમકોર : એમનું પીયરનું નામ તો તેજકોર છે. પણ મારી નણંદ એક તેજકોર હતી. વાસ્તે એ નામ ફેરવીને નવલવહુ પાડ્યું.
મંછી  : એવું શું કરવા નામ પાડ્યું. સાસરામાં તો ઘણું કરીને, રૂપાળીવહુ, મોંઘીવહુ, દીવાળીવહુ, એવાં નામ પાડ્યાનો ચાલ છે ને ?
પ્રેમકોર : હા એ તો ખરું. પણ એ તો બધાંય નામ અમારા કુટુંબમાં છે, ને નવલવહુ નામ શું ખોટું છે ?
મંછી  : ના એ પણ ઠીક છે.
મંછી  : તમારી સોક્યને કાંઇ છોકરાં થયાં હતાં કે નહીં ?
પ્રેમકોર : મારા નીસાસા લાગ્યા, તે રાંડની કુખજ ફાટી નહીં.

(કુખ એ શબ્દ બે અદબીનો ગણાતો નથી, કોઈ